નેશનલ

પીએમ મોદી શનિવારે વારાણસીની મુલાકાતે

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો કરશે શિલાન્યાસ

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ શનિવારે વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે. વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ)એ જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 23 સપ્ટેમ્બરે વારાણસીની મુલાકાત લેશે.
વારાણસીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ આધુનિક વિશ્વ-સ્તરીય સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાના વડા પ્રધાનના વિઝનને સાકાર કરવાની દિશામાં એક પગલું હશે. વારાણસીમાં બનાવવામાં આવનાર આધુનિક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ અંદાજે 450 કરોડ રૂપિયાના ખર્ચે 30 એકરથી વધુ વિસ્તારમાં વિકસાવવામાં આવશે.

આ સ્ટેડિયમની થીમ આધારિત આર્કિટેક્ચર ભગવાન શિવથી પ્રેરિત છે, જેમાં અર્ધચંદ્રાકાર આકારની છત, ત્રિશૂળ આકારની ફ્લડ-લાઇટ, ઘાટની સીડીઓ પર આધારિત બેઠક વ્યવસ્થા, બિલવી પાત્ર આકારની ધાતુની ચાદરની ડિઝાઇન વિકસાવવામાં આવશે. આ સ્ટેડિયમની ક્ષમતા 30 હજાર દર્શકોની હશે.

શનિવારે બપોરે લગભગ 1:30 વાગ્યે વડા પ્રધાન વારાણસીમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે. બપોરે લગભગ 3:15 વાગ્યે વડા પ્રધાન રૂદ્રાક્ષ ઇન્ટરનેશનલ કોઓપરેશન એન્ડ કન્વેન્શન સેન્ટર પહોંચશે અને કાશી એમપી કલ્ચરલ ફેસ્ટિવલ-2023ના સમાપન સમારોહમાં ભાગ લેશે. કાર્યક્રમ દરમિયાન તેઓ સમગ્ર ઉત્તર પ્રદેશમાં બનેલી 16 અટલ નિવાસી શાળાનું ઉદ્ઘાટન કરશે.

વડા પ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર ગુણવત્તાયુક્ત શિક્ષણની પ્રક્રિયા સુધારવાના ઉદ્દેશ્ય સાથે ઉત્તર પ્રદેશમાં આશરે રૂ. 1,115 કરોડના ખર્ચે બાંધવામાં આવેલી 16 અટલ નિવાસી શાળા બનાવી છે. આ શાળામાં ખાસ કરીને મજૂરો, બાંધકામ કામદારો અને કોવિડને કારણે અનાથ થયેલા બાળકો માટે શરૂ કરવામાં આવી છે.

આ શાળાઓનો ઉદ્દેશ્ય ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રદાન કરવાનો અને બાળકોના સર્વાંગી વિકાસમાં મદદ કરવાનો છે. દરેક શાળા 10-15 એકર વિસ્તારમાં બનેલી છે, જેમાં વર્ગખંડો, રમતનું મેદાન, મનોરંજનના વિસ્તારો, એક મિનિ ઓડિટોરિયમ, હોસ્ટેલ સંકુલ, મેસ અને સ્ટાફ માટે રહેણાસી ફ્લેટ છે. આ રેસિડેન્શિયલ સ્કૂલો દરેકમાં અંદાજે 1000 વિદ્યાર્થીને સમાવી શકાશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button