Vivekanandને યુવાનોમાં હતો વિશ્વાસ, મને સ્વામીજીની વાતો પરઃ PM Modiએ યુવાનો અંગે કરી મોટી વાત
નવી દિલ્હી : દેશના યુવા માટે પ્રેરણા સ્ત્રોત એવા સ્વામી વિવેકાનંદનો(Swami Vivekananda) આજે જન્મ દિવસ છે. આ પ્રસંગે સમગ્ર દેશ સ્વામી વિવેકાનંદ યાદ કરીને નમન કરી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને યાદ કર્યા હતા તેમજ કહ્યું હતું કે, સ્વામીજી કહેતા હતા કે મને યુવા પેઢીમાં વિશ્વાસ છે.
સ્વામીજી કહેતા હતા મારા કાર્યકરો યુવા પેઢીમાંથી આવશે. જેમ વિવેકાનંદજીને તમારામાં વિશ્વાસ હતો, તેમ મને પણ વિવેકાનંદજીમાં વિશ્વાસ છે. મને તેમની દરેક વાત પર વિશ્વાસ છે. પ્રધાનમંત્રી મોદીના મતે સ્વામી વિવેકાનંદે ભારતના યુવાનો માટે જે કંઈ વિચાર્યું અને કહ્યું છે તેમાં મને પૂર્ણ વિશ્વાસ છે.
યુવાનોની ઉર્જાએ ભારત મંડપમને ઉત્સાહથી ભરી દીધું
આપણ વાંચો: ડોલર સામે રૂપિયાનું અવમૂલ્યન ઐતિહાસિક નીચલા સ્તરે, Priyanka Gandhi એ પીએમ મોદી પાસે માંગ્યો જવાબ
પીએમ મોદીએ કહ્યું, ‘જો વિકસિત ભારતનો વિચાર આપણા દરેક નિર્ણય, પગલા અને નીતિનું માર્ગદર્શન કરે, તો દુનિયાની કોઈ શક્તિ આપણને વિકાસ કરતા રોકી શકશે નહીં. તેમણે કહ્યું કે આજે ભારતના યુવાનોની ઉર્જાએ ભારત મંડપમને ઉત્સાહથી ભરી દીધું છે.
25 વર્ષ માટે રોડમેપ
પીએમ મોદીએ કહ્યું સમયના ચક્રને જુઓ. આ ભારત મંડપમમાં જ્યાં તમે બધા ભેગા થયા છો. વૈશ્વિક નેતાઓ વિશ્વના ભવિષ્ય વિશે ચર્ચા કરી રહ્યા હતા. મારું સૌભાગ્ય છે કે આજે હું એ જ જગ્યાએ છું જ્યાં દેશના યુવાનો ભારતના આગામી 25 વર્ષ માટે રોડમેપ તૈયાર કરી રહ્યા છે.
આપણ વાંચો: Mann Ki Baat: પીએમ મોદીએ કહ્યું દેશનું બંધારણ માર્ગદર્શક, દરેક કસોટી પર ખરું ઉતર્યું
ભારતના યુવાનોની શક્તિથી એક વિકસિત રાષ્ટ્ર બનશે.
પોતાના સંસ્મરણો વર્ણવતા પીએમ મોદીએ કહ્યું, થોડા મહિના પહેલા હું મારા નિવાસસ્થાને યુવા ખેલાડીઓના એક જૂથને મળ્યો હતો. તેમાંથી એક વ્યક્તિએ ઊભા થઈને કહ્યું, મોદીજી, તમે દુનિયા માટે પ્રધાન મંત્રી હોઈ શકો છો.
પરંતુ અમારી માટે પ્રધાનમંત્રીનો અર્થ ‘શ્રેષ્ઠ મિત્ર’ થાય છે. મને તમારા પર ખૂબ વિશ્વાસ છે. આ વિશ્વાસ જ વિકાસશીલ ભારતના યુવા નેતાઓના સંવાદને આગળ ધપાવે છે. મારું માનવું છે કે ભારતના યુવાનોની શક્તિથી, ભારત ટૂંક સમયમાં એક વિકસિત રાષ્ટ્ર બનશે.
રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે સંવાદ કાર્યક્રમનું આયોજન
આ પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે ભારત મંડપમ પહોંચ્યા હતા. અહીં તેઓ ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ ” ના સહભાગીઓને મળ્યા. આ કાર્યક્રમનું આયોજન રાજકીય જોડાણ વગરના એક લાખ યુવાનોને રાજકારણમાં લાવવાના તેમના પ્રયાસોના ભાગ રૂપે કરવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે આવતા રાષ્ટ્રીય યુવા દિવસ પર આયોજિત કરવામાં આવી રહ્યો છે.