નવી દિલ્હી: સંસદના બજેટ સત્ર દરમ્યાન બુધવારે રાજયસભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કોંગ્રેસ સહિત વિરોધી પાર્ટીઓ પર આકરા પ્રહાર કર્યા હતા. LIC,HAL અને PSUને લઈને PM મોદીએ કોંગ્રેસને ઘેરી હતી. તેને કહ્યું કે ‘LIC, HAL, PSU આ બધુ વેંચી દેવાની વાત કરવામાં આવે છે. પરંતુ હાલ આ બધી જ કંપનીઓ જોરદાર ગ્રો કરી રહી છે. પોતાના ભાષણમાં PM મોદીએ (modi budget speech) જણાવ્યુ કે સરકારી કંપનીઓનું પર્ફોર્મન્સ હાલ ઘણું જ સારું થયું છે.’ ચાલો આજે આપણે તેના પર્ફોર્મન્સ ઉપર એક નજર કરીએ…
આંકડાઓ રજૂ કરતા પીએમ મોદીએ કહ્યું કે માર્કેટમાં બિઝનેસ કરતી તમામ PSU કંપનીઓની કુલ માર્કેટ કેપિટલ 17 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જે 10 વર્ષ પહેલાની સરખામણીમાં બમણી છે. તેમણે કહ્યું કે વર્ષ 2014માં આ વેલ્યૂ લગભગ 9.5 લાખ કરોડ રૂપિયા હતી. તેમણે કહ્યું કે PSU કંપનીઓની કુલ માર્કેટ કેપિટલ જ નહીં પરંતુ તેમના નફામાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તેમનો ચોખ્ખો નફો પણ વધીને રૂ. 2.5 લાખ કરોડ થયો છે, જે 2014માં રૂ. 1.25 લાખ કરોડ હતો. આ સિવાય વર્ષ 2014માં કુલ 234 PSU હતા જે આજે વધીને 254 થઈ ગયા છે.
PM મોદીએ કહ્યું કે કોંગ્રેસે LIC-HAL વિશે તમામ પ્રકારની પાયાવિહોણી વાતો કરી છે. પરંતુ વાસ્તવિકતા આજે સામે છે. આજના સમયમાં, LIC ઉત્તમ સ્થિતિમાં છે. પીએમ મોદીના આ મુદ્દાને સમજવા માટે આપણે એલઆઈની કામગીરી જોઈ શકીએ છીએ.
છેલ્લા એક વર્ષમાં LIC શેરની કિંમત 439.65 રૂપિયાથી વધીને 1049.90 રૂપિયા થઈ ગઈ છે. આ સિવાય એલઆઈસી ફરીથી દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓમાંની એક બની ગઈ છે. તેની માર્કેટ કેપિટલ પણ 6.60 લાખ કરોડ રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે.
તાજેતરમાં, LICના શેરે જબરદસ્ત વેગ પકડ્યો હતો અને તેની ઇશ્યૂ કિંમતને પાર કરી હતી અને તે વધવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એટલું જ નહીં, આજે LIC બજાર મૂડીના મામલે દેશની સૌથી મોટી સરકારી બેંક SBI કરતાં આગળ નીકળી ગઈ છે. તમને જણાવી દઈએ કે SBIની માર્કેટ વેલ્યુ 6.30 લાખ કરોડ રૂપિયા છે.
જો હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની (HAL) વાત કરવામાં આવે તો છેલ્લા એક વર્ષમાં HALની માર્કેટ વેલ્યુ પણ વધી છે. તેની માર્કેટ કેપિટલ 1.97 લાખ કરોડ રૂપિયા છે. જ્યારે શેરે તેના રોકાણકારોને 12 મહિનાના સમયગાળામાં 142 ટકાથી વધુનું બેસ્ટ રિટર્ન આપ્યું છે.
આ સમયગાળા દરમિયાન, HAL શેરની કિંમત લગભગ 1200 રૂપિયાથી વધીને 2948 રૂપિયા થઈ ગઈ છે. કંપનીના શેર રૂ. 1178.50ના 52 સપ્તાહના નીચલા સ્તરથી વધીને રૂ. 3079 થયા છે. આ રીતે, HLની સ્થિતિમાં પણ સતત સુધારો જોવા મળ્યો છે.