2026ની હાર્દિક વધામણી: PM મોદી, રાહુલ ગાંધી સહિતના ટોચના નેતાઓએ દેશવાસીઓના પાઠવી શુભેચ્છાઓ

નવી દિલ્હી: નવા વર્ષે દરેક વ્યક્તિમાં ઉમંગ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો એકબીજાને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ પ્રસંગે રાજનેતાઓ પણ દેશવાસીઓને નવા વર્ષની શુભેચ્છાઓ આપવામાંથી બાકાત રહ્યા નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને અખિલેશ યાદવ સુધીના ટોચના નેતાઓએ દેશવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી છે.
નવું વર્ષ સુખ-સમૃદ્ધિ લઈને આવે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના એક્સ હેન્ડલ પર શુભેચ્છાઓ પાઠવતા લખ્યું કે, “આપ સૌને 2026ની હાર્દિક શુભેચ્છાઓ! નવું વર્ષ તમારા માટે સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લઈને આવે, તમને તમારા પ્રયાસોમાં સફળતા મળે અને તમારા દરેક કાર્યો પૂરા થાય. આપણા સમાજમાં શાંતિ અને સુખ આવે તે માટે પ્રાર્થના.”
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે, “આપ સૌને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. નવું વર્ષ તમારા જીવનમાં અઢળક ખુશીઓ,સારું સ્વાસ્થ્ય અને સફળતા લઈને આવે. સૌને નવા વર્ષ 2026ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”
કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ એક્સ હેન્ડલ પર નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા લખ્યું કે, “આપ સૌને નવા વર્ષ 2026ની હાર્દિક શુભકામનાઓ. આ નવું વર્ષ દરેક પરિવાર માટે ખુશીઓ,સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય લઈને આવે.”
નવો સંકલ્પ જ આવતીકાલ લાવે છે
સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કાવ્યાત્મક અંદાજમાં નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે લખ્યું છે કે, “નયે સાલ કા નયા સવેર, આશાઓ કા નયા બસેરા. આવો નવા રણ માટે પ્રણ લઈને. નવો સંકલ્પ જ આવતીકાલ લાવે છે. આપણે બદલાઈશું, તો બધુ બદલાશે! નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ!”
રક્ષા પ્રધાન રાજનાથ સિંહે નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા લખ્યું કે, “2026નું સ્વાગત કરવાની સાથે આશા છે કે આ વર્ષ ભારતના સામુહિક સંકલ્પને વધારે મજબૂત કરશે અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે આપણી પ્રતિબદ્ધતાને નવપ્રવર્તિત કરશે. આપણા શાશ્વત સભ્યતાગત મૂલ્યોથી પ્રેરિ થઈને નવાચાર, આત્મનિર્ભરતા અને એકતાની ભાવનાથી ઓતપ્રોત થઈને, આવો આપણે સૌ મળીને ભારતની સુરક્ષા, સમૃદ્ધિ અને વૈશ્વિક પ્રતિષ્ઠાને સુદૃઢ કરવા માટે કામ કરીએ. પ્રગતિ, સદ્ભાવ અને અતૂટ રાષ્ટ્રીય ગૌરવથી ભરેલા આ વર્ષ માટે સૌને હાર્દિક શુભેચ્છાઓ.”



