હમ સાથ સાથ હૈઃ PM મોદી અને રાહુલ ગાંધી એકબીજાને મળ્યા, તસવીરો વાઈરલ

અનિશ્ચિતકાળ માટે સત્ર સ્થગિતઃ સ્પીકરે કહ્યું કે સંસદની પ્રોડ્ક્ટિવિટી 137 ટકા રહી
નવી દિલ્હીઃ લોકસભાની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવમાં આવી. કાર્યવાહી સ્થગિત કરવામાં આવી એ પૂર્વે સ્પીકર ઓમ બિરલાએ ગૃહના મોન્સૂન સત્ર દરમિયાન લેખાજોખા કરવામાં આવ્યા હતા. ગૃહમાં અમુક બિલને પસાર કરવામાં આવ્યા હતા, જ્યારે સ્પીકરે કહ્યું આ સત્રની પ્રોડક્ટિવિટી 137 ટકા રહી હોવાનું જણાવ્યું હતું.
આજે સંસદીય સત્ર સ્થગિત રહ્યા પછી અનૌપચારિક રીતે ટી-પાર્ટીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી એકબીજાને મળ્યા હતા. નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીએ એકબીજાનું અભિવાદન કરતા નમસ્તે કર્યા હતા. રાહુલ ગાંધીએ મોદીને મળ્યા પછી સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને યુક્રેનની સ્થિતિ અંગે વાત કરી હતી, જ્યારે એના જવાબમાં સંરક્ષણ પ્રધાને કહ્યું હતું કે ભારત તેના પર ખાસ નજર રાખ્યું છે.
અહીંની બેઠકમાં પીએમ મોદી, ઓમ બિરલા, અમિત શાહ, રાજનાથ સિંહ, રાહુલ ગાંધી, કિરેન રિજ્જુ, પીયૂષ ગોયલ અને ચિરાગ પાસવાન સહિત અન્ય સભ્યો જોવા મળ્યા હતા. ભાજપના સાંસદોએ આજે સત્રમાં વિપક્ષની પાર્ટીની ટીકા કરતા બાંગ્લાદેશના હિંદુઓ અને અન્ય લઘુમતી સમુદાયના લોકોની સ્થિતિ અંગે ચૂપકીદી અંગે નિશાન સાધ્યું હતું.
આ પણ વાંચો: રણબીર કપૂરે કહ્યું: વડા પ્રધાન નરેન્દ્ર મોદી તો…
સંસદના મોન્સૂન સત્રનો આજે પંદરમો દિવસ હતો. આજે બેન્કિંગ સંબંધિત કાયદામાં સુધારિત બિલને લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આજે લોકસભામાં રેલવે (સંશોધન) બિલ 2024, ધ કેરેજ ઓફ ગુડ્સ વાય સી બિલ 2024 અને ધ બિલ્સ ઓફ લેન્ડિંગ બિલ 2024 રજૂ કરવામાં આવ્યું હતું.
આજે સંસદના બંને સદન લોકસભા અને રાજ્યસભાના સત્ર પૂરા થયા, જે વિવિધ મુદ્દે ધમાલ થવાને કારણે અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સેશનની કામગીરી પણ પૂરી કરવામાં આવી હતી. ત્યારબાદ લોકસભાના સ્પીકરે સેશનની કામગીરી સુચારુ ઢંગે ચલાવવા માટે વડા પ્રધાન, સંસદીય ખાતાના પ્રધાનો, વિપક્ષના નેતા સહિત અન્ય પક્ષના નેતાઓ અને સાંસદોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.