નેશનલ

દિલ્હીમાં છઠ પૂજામાં સામેલ થઈ શકે છે પીએમ મોદી, વાસુદેવ ઘાટ પર સુરક્ષા વધારાઈ

નવી દિલ્હીઃ છઠ મહાપર્વને આજે ત્રીજો દિવસ છે. આજે અસ્ત થતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરવામાં આવશે. છઠ પૂજા બિહારના લોકો માટે મોટો પર્વ ગણાય છે. મહત્વની વાત એ છે કે, પટનાથી લઈને છેક દિલ્હી સુધી છઠ પૂજાના ખાસ તૈયારીઓ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. છઠ પૂજા માટે ઘાટોને પણ સણગારવામાં આવ્યાં છે.

સૂત્રો દ્વારા એવી જાણકારી મળી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં યમુનાના વાસુદેવ ઘાટ પર છઠ પૂજામાં ઉપસ્થિત રહી શકે છે. જેના કારણે ઘાટ પર સુરક્ષાની ખાસ તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.

આપણ વાચો: વડાપ્રધાન મોદીના છઠ પૂજા પર ફોટોશૂટ માટે ‘નકલી યમુના’માં ડૂબકી લગાવશે! AAPનાં આરોપ

છઠ પૂજા માટેવાસુદેવ ઘાટને સણગારવામાં આવ્યો

મહત્વની વાત એ છે કે, આવતીકાલે સૂર્યોદય સાથે સૂર્યને અર્ધ્ય અર્પણ કરીને છઠ મહાપર્વ પૂર્ણ થશે. આ દરમિયાન હજારો મહિલાઓ છઠ પૂજા કરવાની છે. ખાસ કરીને બિહારમાં તો અત્યારે ખૂશીનો માહોલ છે.

અનેક રાજ્યોમાં છઠ પૂજાની તૈયારીઓ કરવામાં આવી છે. મુંબઈમાં પણ જુહૂ બીચ પર મોટી સંખ્યામાં ભક્તો છઠ પૂજા માટે ઉપસ્થિત રહેવાના છે. ગોમતી ઘાટ પર પણ મહાપર્વ નિમિત્તે આનંદનું વાતાવરણ જોવા મળશે.

આપણ વાચો: 50 લાખ શ્રદ્ધાળુઓ માટે રેલવેની ભેટ: છઠ પૂજાને લઈ ગુજરાતથી 60થી વધુ એકસ્ટ્રા ટ્રેન દોડાવવાનો નિર્ણય…

લખનઉમાં છઠ મહાપર્વ મેળાનું ઉદ્ઘાટન કરાશે

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ લખનઉમાં છઠ મહાપર્વ મેળાનું ઉદ્ઘાટન કરવાના છે તેવું જાણવા મળ્યું છે. બિહાર, ઝારખંડ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને દિલ્હી-એનસીઆરમાં લાખોની સંખ્યામાં મહિલાઓ નકોડો વ્રત રાખીને છઠી મૈયાની પૂજા કરી રહી છે. આવતીકાલે આ પર્વનો છેલ્લો દિવસ છે.

પીએમ મોદીએ રવિવારે ‘મન કી બાત’માં છઠ ને ‘સામાજિક સંવાદિતાનું સૌથી સુંદર ઉદાહરણ ગણાવ્યું અને દેશભરની મહિલાઓને શુભકામનાઓ આપી હતી. પીએમ મોદીએ એવી અપીલ કરતા કહ્યું કે, તમે દેશ-દુનિયામાં ગમે ત્યાં રહેતા હો પરંતુ છઠ પર્વમાં સામેલ થઈને તેનો આનંદ લેવો જોઈએ.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button