પીએમ મોદીની જાપાન મુલાકાત પૂર્વે બુલેટ ટ્રેનની નવી અપડેટ જાણો | મુંબઈ સમાચાર
Top Newsનેશનલ

પીએમ મોદીની જાપાન મુલાકાત પૂર્વે બુલેટ ટ્રેનની નવી અપડેટ જાણો

નવી દિલ્હી/મુંબઈઃ ભારતની સૌથી પહેલી બુલેટ ટ્રેન માટે રોજ નવી અપડેટ મળતી રહે છે, જેમાં ગુજરાતના બુલેટ ટ્રેનના સ્ટેશન આધુનિક બનાવવાના અહેવાલ વચ્ચે નવી અપડેટ મળી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પ્રવાસે જઈ રહ્યા છે ત્યારે તેના પૂર્વે ભારતીય રાજદૂતે મહત્ત્વની માહિતી આપી છે. વડા પ્રધાન મોદીની ભારત-જાપાનની એન્યુઅલ સમિટ સાથે ભારતમાં બુલેટ ટ્રેન ક્યાં સુધી દોડી શકે એના અંગે મહત્ત્વની વાત કરી હતી.

સુરત-બિલિમોરા વચ્ચેનું કામકાજ એડવાન્સ સ્ટેજમાં

જાપાનમાં ભારતના રાજદૂત સિબી જ્યોર્જે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન માટે મહત્ત્વનું નિવેદન આપ્યું છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન 2027માં શરુ થશે. ગુજરાતમાં અમદાવાદથી લઈને મહારાષ્ટ્રમાં મુંબઈ બીકેસી વચ્ચે બુલેટ ટ્રેનના કોરિડોરનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગુજરાતમાં અત્યારે સુરત-બિલિમોરા વચ્ચેનું કામ મહત્ત્વના તબક્કામાં પહોંચ્યું છે, જ્યારે ટ્રાયલ રન પણ કરવાની અપેક્ષા છે.

આપણ વાંચો: અમદાવાદથી મુંબઈનો 508 KM નો પ્રવાસ માત્ર 127 મિનિટમાં! બુલેટ ટ્રેન અંગે મહત્વની અપડેટ…

બુલેટ ટ્રેનની ડિલિવરી પ્રક્રિયામાં વેગ મળી શકે

ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના માળખામાં ફેરફાર માટે જાપાનની મહત્ત્વની ભૂમિકા રહી હોવાનું જણાવતા રાજદૂતે કહ્યું હતું કે હવે ભારતની મહત્ત્વાકાંક્ષી બુલેટ ટ્રેનની યોજના સંપૂર્ણપણે ઓન ટ્રેક છે. મુંબઈ-અમદાવાદ વચ્ચેનો કોરિડોર 2027 સુધીમાં ચાલુ કરવાની અપેક્ષા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની મુલાકાતે છે ત્યારે એટલું ચોક્કસ કહીશ કે 2027 સુધીમાં આ કોરિડોરમાં એક ટ્રેન દોડશે. જાપાન જ્યારે ઈ5 અને ઈ3 સિરીઝની શિન્કાનસેન ટ્રેન પૂરી પાડશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જાપાનના પ્રવાસે છે ત્યારે બુલેટ ટ્રેનની ડિલિવરીની પ્રક્રિયાને વેગ મળશે.

આપણ વાંચો: મુંબઈથી અમદાવાદનો બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ૨૦૨૯ સુધીમાં તૈયાર થવાની અપેક્ષા: રેલવે પ્રધાને સંસદમાં આપી મોટી અપડેટ

મુંબઈ-અમદાવાદ વચ્ચેના સ્ટેશન યૂઝર ફ્રેન્ડલી હશે

મુંબઈ-અમદાવાદ વચ્ચેના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં 12 સ્ટેશનમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરુચ, સુરત, બિલિમોરા, વાપી, બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ (બીકેસી)નો સમાવેશ થાય છે, જે ખાસ કરીને યૂઝર ફ્રેન્ડલી હશે. ગુજરાતના સ્ટેશનનો નિર્માણ કાર્ય પણ લગભગ પૂર્ણતાને આરે છે. મુંબઈ-અમદાવાદ વચ્ચેના 12 સ્ટેશનની ડિઝાઈન આધુનિક હશે, જે ઉત્તમ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવશે. આ ઉપરાંત, એન્વાર્યમેન્ટ ફ્રેન્ડલી સહિત સસ્ટેનેબિલિટીને પ્રાથમિકતા આપવામાં આવશે. રેલવે પ્રશાસન તરફથી 2030 સુધી નેટ ઝીરો કાર્બનનું લક્ષ્ય રાખ્યું છે. પ્રસ્તાવિત પ્રોજેક્ટનો કુલ ખર્ચ 1.08 લાખ કરોડ રુપિયા છે.

આપણ વાંચો: પીએમ મોદી બે દિવસના જાપાન પ્રવાસે, બુલેટ ટ્રેનથી લઈને એઆઈ સહિતના મુદ્દાઓ પર ફોક્સ

508 કિલોમીટરનું અંતર અઢીથી ત્રણ કલાકમાં પાર કરાશે

2014માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના તત્કાલીન વડા પ્રધાન શિંજો આબેએ ભારત-જાપાન વચ્ચે વિશેષ રાજનીતિક અને વૈશ્વિક ભાગીદારીનું નિર્માણ કર્યું હતું. એના અન્વયે ભારતમાં બુલેટ ટ્રેન દોડાવવાનું સપનું જોયું હતું. મુંબઈ અમદાવાદ વચ્ચેનું 508 કિલોમીટરનું અંતર બુલેટ ટ્રેનથી બેથી અઢી કલાકમાં કાપવામાં આવશે.
બુલેટ ટ્રેનની સ્પીડ કલાકના મહત્તમ 350 કિલોમીટરની હશે, જ્યારે બુલેટ ટ્રેન સાત કિલોમીટરનો કોરિડોર દરિયામાં તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેના અંગે ખૂદ રેલવે પ્રધાને સમીક્ષા કરી હતી. મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન ચલાવવાનો પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. ગુજરાતમાં બુલેટ ટ્રેનનો મોટા ભાગનો કોરિડોર છે, જ્યાં 21 પુલમાંથી 17 પુલ બનાવ્યા છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેનનો કોરિડોરમાં 25 નદી પર પુલ છે, જેમાં 21 ગુજરાત અને ચાર મહારાષ્ટ્રમાં છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button