આઝાદી પછીનો આ સૌથી મોટા આર્થિક સુધારો! જીએસટીમાં સુધારો થયા બાદ પીએમ મોદીની પહેલી પ્રતિક્રિયા | મુંબઈ સમાચાર
નેશનલ

આઝાદી પછીનો આ સૌથી મોટા આર્થિક સુધારો! જીએસટીમાં સુધારો થયા બાદ પીએમ મોદીની પહેલી પ્રતિક્રિયા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા GST માં સુધારો કરવામાં આવ્યો છે. GST માં સુધારો આવ્યાં બાદ પીએમ મોદીની પહેલું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં એક કાર્યક્રમમાં GST માં સુધારો અંગે વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, આઝાદી બાદ અત્યાર સુધીનો આ સૌથી મોટો નિર્ણય છે. સમય સાથે પરિવર્તન જરૂરી છે. તેના વગર દેશ વૈશ્વિક પરિસ્થિતિમાં તેનું સ્થાન મેળવી શકે નહીં. આ દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ પર પણ વાક્ પ્રહાર કર્યાં હતાં.

પીએમ મોદીએ ટેક્સ મામલે કોંગ્રેસ પર આક્ષેપો કર્યાં

કોંગ્રેસ પર વાક્ પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, એ વાત કોઈ પણ ના ભૂલી શકે કે, કોંગ્રેસે કેવી રીતે તમારૂ માસિક બજેટ કેવી રીતે વધાર્યું હતું. પીએમ મોદીએ ફરી એક વાર ટેક્સ મામલે કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પર આક્ષેપો કર્યાં છે. વધુમાં કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ બાળકો માટેની ટોફી પર પણ 21% ટેક્સ લગાવ્યો હતો. પરંતુ મોદીએ આવું નથી કર્યું. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, ‘હવે જીએસટી ખૂબ જ સરળ થઈ ગયું છે. 22 સપ્ટેમ્બરે નવરાત્રિના પહેલા દિવસે આગામી પેઢીના સુધારાઓ લાગુ કરવામાં આવશે, કારણ કે આ બધી બાબતો ચોક્કસપણે ‘માતૃ શક્તિ’ સાથે સંબંધિત છે’.

આ સ્વતંત્ર ભારતમાં સૌથી મોટો આર્થિક સુધારો છેઃ પીએમ મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ જીએસટી સ્વતંત્ર ભારતમાં સૌથી મોટા આર્થિક સુધારામાંથી એક ગણાશે. એટલું જ નહીં પરંતુ આ સુધારે દેશના વિકાસમાં પણ મહત્વપૂર્ણ રહેશે તેવું જણાવ્યું હતું. એ વાત પણ સાચી છે કે, આ સુધારા બાદ અનેક વસ્તુઓ સસ્તી થઈ જવાની છે. ખાસ કરીને સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને આનો બહોળા પ્રમાણમાં ફાયદો થવાનો છે. લોકોને ફાયદો થશે તેની સાથે દેશની અર્થવ્યવસ્થા પણ મજબૂત થવાની છે.

આ પણ વાંચો…હવે લક્ઝરી શોખ મોંઘા પડશે! જાણો કઈ કઈ વસ્તુ પર લાગ્યો 40 ટકા GST

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button