પીએમ મોદી અને ટ્રમ્પ વચ્ચે ફોન પર થઈ ચર્ચા: ‘ટ્રેડ ડીલ’ મુદ્દે ક્યારે નિર્ણય લેવાશે?

ભારત-અમેરિકાના સંબંધો મજબૂત બનાવવા વેપાર, ટેક્નોલોજી અને સંરક્ષણ મુદ્દે સહયોગ વધારવા પર ભાર મૂક્યો
નવી દિલ્હી/વોશિંગ્ટનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટેલિફોન પર વેપાર સહિત અન્ય મહત્ત્વના મુદ્દા પર ચર્ચા થઈ. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત પછી પહેલી વખત અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વડા પ્રધાન મોદી સાથે વાતચીત થઈ છે, જેમાં બંને નેતાઓએ વેપાર, ટેક્નોલોજી, ઊર્જા, સંરક્ષણ અને સુરક્ષામાં સહયોગ વધારવાનો સમાવેશ થાય છે. વૈશ્વિક અને સ્થાનિક સ્તરેના પડકારો સામે સાથે મળીને કામ કરવા સહમત થયા હોવાનું જણાવ્યું છે.
ટેલિફોન પરની વાતચીતમાં બંને નેતાએ ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ મુદ્દે સમીક્ષા કરવામાં આવી છે. બંનેએ જણાવ્યું છે કે ભારત અમેરિકાના સંબંધો દરેક ક્ષેત્રમાં મજબૂત રહ્યા છે. મોદી અને ટ્રમ્પે ખાસ કરીને દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવા મુદ્દે ફોક્સ કરવાની સાથે બંને દેશ સાથે મળીને આ ક્ષેત્રમાં ઝડપથી કામ કરવા પર ભાર મૂક્યો હતો.
આ પણ વાંચો : આસિયાન સમિટમાં મોદી અને ટ્રમ્પ વચ્ચે થશે બેઠક, સત્તાવાર જાહેરાતની પ્રતીક્ષા…
પુતિનની મુલાકાત પછી ચર્ચા કેમ
ટેલિફોનિક વાતચીતમાં નવી ટેક્નોલોજી, ઊર્જા, સંરક્ષણ વગેરે મુદ્દે સહયોગ વધારવાની ચર્ચા કરી છે. આ તમામ પ્રયાસો ભારત-અમેરિકા COMPACT સમજૂતીને વધુ મજબૂત બનાવવા માટે કર્યા છે, જેથી 21મી સદીમાં બંને દેશો વચ્ચે ભાગીદારી અને આગળ વધી શકે. હાલના તબક્કે આ વાતચીત એવા તબક્કે થઈ છે, જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાતે આવ્યા હતા. પીએમ મોદીએ દિલ્હીમાં તેમની સાથે પણ વાત કરી હતી. પુતિનની મુલાકાતના અઠવાડિયામાં તો ટ્રમ્પની મોદી સાથે ચર્ચા થઈ જેનાથી ટ્રેડ ડીલ મુદ્દે મહત્ત્વનો નિર્ણય લેવાય એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : ‘ભારતનો કોઈ ફાયદો નથી’, PM મોદી અને ટ્રમ્પની મિત્રતા પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી
મોદીએ શું ટ્વિટ લખી…
ટ્રમ્પ સાથેની વાતચીત પછી પીએમ મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર તેના અંગે જાણકારી આપી હતી. તેમણે લખ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાથે મારી સારી વાતચીત થઈ તેમ જ બંને નેતાઓ નિયમિત રીતે સંપર્કમાં રહેશે એમ પણ જણાવ્યું હતું.
મોદી-પુતિન તસવીરની ગૂંજ અમેરિકાની સંસદમાં
રશિયન રાષ્ટ્રપતિ પુતિનની ભારત મુલાકાત વખતે પીએમ મોદી અને પુતિનની કારવાળી તસવીર પણ ચર્ચાનો વિષય બની હતી. ડેમોક્રેટ્સ સાંસદ કામલાગર-ડોવે તસવીર શેર કરી હતી અને કહ્યું હતું કે આ તસવીર હજારો શબ્દો બરાબર છે. એના પછી તેમણે ટ્રમ્પ પ્રશાસનની ટીકા કરી હતી. ભારત પ્રત્યેની વિદેશ નીતિની આકરા શબ્દોમાં વખોડી નાખી હતી. તેમણે કહ્યું હતું કે ભારત, અમેરિકાનો મજબૂત સહયોગી દેશ રહ્યો છે, પરંતુ ટ્રમ્પની ટેરિફ નીતિએ ભારતને મોસ્કો તરફ ધકેલ્યું છે. પુતિનની તાજેતરની મુલાકાત જ એનું સૌથી મોટું ઉદાહરણ છે.



