નેશનલ

PM Modi Birthday: ગરીબીમાં જન્મ્યા, ચા વેચીને કર્યો અભ્યાસ, દુર્લભ તસવીરોમાં જુઓ નરેન્દ્ર મોદીની વડાપ્રધાન બનવાની સફર

નવી દિલ્હી: દેશમાં વર્ષ 2014માં બાળકો, વૃદ્ધો, મહિલાઓ અને પુરુષો દરેકના હૃદયમાં મોદી લહેર દોડી રહી હતી. દરેકના મુખ પર મોદી-મોદીના નારા હતા. ત્રણ વખત ગુજરાતના મુખ્યમંત્રી રહેલા નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા. 17મી સપ્ટેમ્બર આજે પીએમ મોદીનો જન્મદિવસ છે. આ અવસરે પીએમ મોદીનું (PM Modi Birthday)જીવન તેમની દુર્લભ તસવીરો દ્વારા જાણીએ..

01
ગુજરાતના વડનગરમાં જન્મ

નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના મહેસાણા જિલ્લાના વડનગરમાં હીરાબા અને દામોદરદાસ મોદીના ઘરે થયો હતો.

02

17 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું

નરેન્દ્ર મોદીએ 3 જૂન 1967ના રોજ માત્ર 17 વર્ષની ઉંમરે ભારત ભ્રમણ માટે પોતાનું ઘર છોડ્યું હતું. તેમણે હિમાલય, ઋષિકેશ, રામકૃષ્ણ મિશન સહિત અનેક ધાર્મિક યાત્રાઓ કરી.

03

1971માં સંઘમાં જોડાયા

નરેન્દ્ર મોદી 1971માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા. 1978 માં સંઘે તેમને વિભાગ પ્રચારક તરીકે વડોદરા, ગુજરાત મોકલ્યા.

04
સંઘે વિભાગને પ્રચારક બનાવ્યો

વડોદરા વિભાગના પ્રચારકની સાથે જ તેમને દક્ષિણ ગુજરાત અને સુરતનો હવાલો પણ આપવામાં આવ્યો હતો અને આ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરવાનું કહેવામાં આવ્યું હતું.

05
1987માં સંઘમાંથી પાર્ટીમાં આવ્યા

નરેન્દ્ર મોદીનો સંઘમાંથી સંગઠનમાં પ્રવેશ 1987માં થયો હતો. તેમને ગુજરાત ભાજપના સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા. તેની બાદ તેઓ રાજકારણમાં આગળ વધ્યા.

06

રાષ્ટ્રીય રાજકારણમાં આવ્યા

1995માં નરેન્દ્ર મોદી ગુજરાતથી દિલ્હી આવ્યા હતા. તેમને ભાજપમાં રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા હતા. તેમને ઉત્તર ભારતીય રાજ્યો અને હરિયાણાની જવાબદારી સોંપવામાં આવી હતી.

07
ગુજરાતના મુખ્યમંત્રી બન્યા

નરેન્દ્ર મોદી 2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા. તે પછી તેઓ સતત મુખ્યમંત્રી બન્યા.

08

રક્તદાન જેવા સામાજિક કાર્યો સાથે જોડાયેલા રહ્યા

નરેન્દ્ર મોદી શરૂઆતથી જ સામાજિક કાર્યો સાથે જોડાયેલા રહ્યા. તેઓ રક્તદાન શિબિરોમાં નિયમિત રક્તદાન કરતા હતા. તેમજ રક્તદાન અંગે લોકોને જાગૃત કર્યા હતા.

09

2014માં મોદી લહેર છવાઇ

વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીની લહેર હતી. ભાજપે તેમના ચહેરા પર ચૂંટણી લડી અને રેકોર્ડ જીત મેળવી.

10

સતત ત્રણ વખત પીએમ બન્યા

વર્ષ 2014 પછી નરેન્દ્ર મોદી 2019 અને 2024માં પણ વડાપ્રધાન બન્યા. હાલ તેઓ લોકપ્રિય વડાપ્રધાન છે.

Show More

Related Articles

Back to top button
આ બોલીવૂડ એક્ટ્રેસના લૂક દશેરા-દિવાળી પર કેરી કરશો તો છવાઈ જશો… નીરજ નથી મનુ ભાકરના સૌથી ચાર મનપસંદ સ્પોર્ટ્સપર્સન્સમાં? આખું અઠવાડિયું કેળા રહેશે તાજા, આ ટ્રિક્સ અપનાવો ફોટોમાં સૌથી પહેલાં શું દેખાયું? જવાબ ખોલશે તમારી પર્સનાલિટીના રાઝ…