વકફ કાયદાના વિરોધ વચ્ચે પીએમ મોદીનું મોટું નિવેદન, કહ્યું નવો કાયદો વકફની પવિત્ર ભાવનાનું રક્ષણ કરશે…

નવી દિલ્હી : દેશભરમા થઇ રહેલા નવા વકફ કાયદાના વિરોધ વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વકફ કાયદા અંગે જાહેરમા નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ નવો કાયદો વકફની પવિત્ર ભાવનાનું રક્ષણ કરશે. તેમણે કહ્યું કે ગરીબ મુસ્લિમોને આનો ફાયદો થશે. રાઇઝિંગ ઇન્ડિયા સમિટ 2025 ના મંચ પરથી વડા પ્રધાન મોદીએ આ વાત કહી હતી.
આ ઉપરાંત પીએમ મોદીએ નવા વકફ કાયદાને સામાજિક ન્યાય તરફ એક મોટું પગલું ગણાવ્યું અને કહ્યું કે આ કાયદો ગરીબ અને હાંસિયામા ધકેલાયેલા મુસ્લિમો, મહિલાઓ અને બાળકોના અધિકારોને સુનિશ્ચિત કરશે. પીએમ મોદીએ કહ્યું કે આનાથી વકફની પવિત્ર ભાવનાનું પણ રક્ષણ થશે.
Appeasement politics stands in complete contradiction to the idea of true social justice. pic.twitter.com/IdE82IGZ3I
— Narendra Modi (@narendramodi) April 9, 2025
ભાગલા કોંગ્રેસ સમર્થિત કટ્ટરપંથીઓનું કામ હતું
પીએમ મોદીએ કહ્યું કે અત્યાર સુધી દેશ તુષ્ટિકરણની રાજનીતિથી ચાલતો આવ્યો છે અને તેનું પરિણામ આપણે ભોગવવું પડ્યું છે. તેમણે કહ્યું, ભારત ઘણા દેશો સાથે સ્વતંત્ર થયું પણ કોની સ્વતંત્રતા ભાગલા પર શરતી હતી. આવું ફક્ત ભારત સાથે જ કેમ બન્યું.કારણ કે તે સમયે રાષ્ટ્રહિત કરતા સત્તાની ઇચ્છા વધુ મહત્વપૂર્ણ બની ગઈ હતી. ભાગલા બધા મુસ્લિમોનું કામ નહોતું પણ કોંગ્રેસ દ્વારા સમર્થિત કટ્ટરપંથીઓનું કામ હતું.
આ પણ વાંચો: પશ્ચિમ બંગાળમા વકફ કાયદાનો વિરોધ હિંસક બન્યો, અનેક ગાડીઓમા આગ ચાંપી, પોલીસે લાઠીચાર્જ કર્યો
જમીન માફિયાઓનું મનોબળ વધ્યું
પીએમ મોદીએ કહ્યું કે વર્ષ 2013મા વકફ બોર્ડમાં કરવામાં આવેલ સુધારો પણ કટ્ટરપંથીઓ અને જમીન માફિયાઓને ખુશ કરવા માટેનો કાયદો હતો. પરિણામ એ આવ્યું કે જમીન માફિયાઓનું મનોબળ વધ્યું. તાજેતરમાં જ વકફ બિલ સંસદના બંને ગૃહો દ્વારા બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ દ્વારા હસ્તાક્ષર થતાં જ આ નવો કાયદો અસ્તિત્વમાં આવ્યો છે