ટોપ ન્યૂઝનેશનલ

બ્રાઝિલમાં બ્રિક્સ સમિટમાં PM મોદીએ આપી હાજરી, વૈશ્વિક સંસ્થાઓમાં સુધારણાની જરૂરિયાત પર મૂક્યો ભાર

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે બ્રાઝિલ પહોંચ્યા છે. તેમનો અન્ય નેતાએ સાથેનો ગ્રુપ ફોટો સામે આવ્યો છે. જેમાં તેઓ અન્ય નેતાઓ સાથે હળવા મૂડમાં મુલાકાત કરતા જોવા મળ્યા. આ સમિટ દરમિયાન મોદીએ વૈશ્વિક સંસ્થાઓમાં સુધારણાની જરૂરિયાત પર ભાર મૂક્યો અને આ સાથે મોટી બેંકોને મહત્વનો સંદેશ આપ્યો. તેમનું આ નિવેદન વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બન્યું છે.

મોદીએ બ્રિક્સ સમિટમાં નિવેદન આપ્યું કે, બ્રિક્સનું વિસ્તરણ અને નવા સભ્યોનો સમાવેશ એ દર્શાવે છે કે આ સંગઠન સમય સાથે બદલાવ લાવવામાં સક્ષમ છે. તેમણે કહ્યું કે આવી જ ઇચ્છાશક્તિ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ, વિશ્વ વેપાર સંગઠન અને બહુપક્ષીય વિકાસ બેંકો જેવી સંસ્થાઓમાં પણ દર્શાવવી જોઈએ. આ સંસ્થાઓમાં સુધારણા લાવવી એ આજના સમયની માગ છે.

વડા પ્રધાને વધુમાં ઉમેર્યું કે 20મી સદીમાં રચાયેલી આ વૈશ્વિક સંસ્થાઓમાં વિશ્વની બે-તૃતીયાંશ વસતીને યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યું નથી. આજની વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપતા દેશોને નિર્ણય લેવાની પ્રક્રિયામાં સ્થાન નથી મળ્યું. આ માત્ર પ્રતિનિધિત્વનો પ્રશ્ન નથી, પરંતુ આ સંસ્થાઓની વિશ્વસનીયતા અને અસરકારકતાનો પણ પ્રશ્ન છે. ગ્લોબલ સાઉથ વિના, આ સંસ્થાઓ સિમ કાર્ડવાળા મોબાઇલ ફોન જેવી લાગે છે, પણ નેટવર્ક નથી.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે જ્યારે ટેક્નોલોજી દર અઠવાડિયે બદલાઈ છે, ત્યારે 80 વર્ષથી અપડેટ ન થયેલી સંસ્થાઓ ચલાવવી અસ્વીકાર્ય છે. તેમણે 20મી સદીના ટાઇપરાઇટરથી 21મી સદીનું સોફ્ટવેર ન ચલાવી શકાય તેવું ઉદાહરણ આપ્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે વિશ્વને હવે બહુધ્રુવીય અને સમાવેશી વ્યવસ્થાની જરૂર છે, જેની શરૂઆત વૈશ્વિક સંસ્થાઓમાં વ્યાપક સુધારાથી થવી જોઈએ.

આ પણ વાંચો…આર્જેન્ટિનામાં વડાપ્રધાન મોદીનું સન્માન: રાજધાનીની ચાવી અપાઈ, રાષ્ટ્રપતિએ ગળે લગાવ્યા!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button