અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જન્મદિવસની શુભેચ્છા પાઠવી, પીએમ મોદીએ આ રીતે માન્યો આભાર...
Top Newsનેશનલ

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જન્મદિવસની શુભેચ્છા પાઠવી, પીએમ મોદીએ આ રીતે માન્યો આભાર…

નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મ દિવસ છે. 17 સપ્ટેમ્બર એટલે કે આજે તેમના જન્મ દિવસ નિમિત્તે સૌથી પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફોન કરીને તેમને શુભેચ્છાઓ આપી હતી.

વડાપ્રધાન મોદીએ આ અંગે એેક્સ પર પોસ્ટ કરીને જાણકારી આપી હતી. ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ મામલે જે વિવાદ ચાલી રહ્યો છે, તેનો અંત આવી શકે તેવું લાગી રહ્યું છે. કારણ કે, અમેરિકાના રાષ્ટ્રપતિએ ફોન કરીને શુભેચ્છાઓ આપી તે કોઈ સારા નિર્ણય તરફ ઈશારો કરે છે.

પીએમ મોદીએ યુક્રેન શાંતિપૂર્ણ સમાધાન માટે સર્મથન આપ્યું
ડોનાલ્ડ ટ્રમ્પે આપેલી શુભેચ્છાઓ અંગે પોસ્ટ કરતા પીએમ મોદીએ એક્સ પર લખ્યું કે, ‘મારા 75મા જન્મ દિવસ પર ફોન પર કરીને મને શુભેચ્છાઓ આપવા માટે આભાર મારા મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પ.

તમારી જેમ હું પણ ભારત અને અમેરિકા વચ્ચેની વ્યાપક અને વૈશ્વિક ભાગીદારીને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છું. અમે યુક્રેન યુદ્ધમાં શાંતિપૂર્ણ સમાધાનની દિશામાં તમારી પહેલને સમર્થન આપીએ છીએ’.

તેઓ ખૂબ જ સારૂ કામ કરી રહ્યાં છેઃ ડોનાલ્ડ ટ્રમ્પ
પીએમ મોદીને ફોન કરીને જન્મ દિવસની શુભેચ્છાઓ આપ્યાં બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. તેમાં લખ્યું કે, હમણાં જ મારા મિત્ર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર ખૂજ સારી વાત થઈ. મે તેમને જન્મ દિવસની ખૂબ સારી શુભેચ્છાઓ આપી હતી.

તેઓ ખૂબ જ સારૂ કામ કરી રહ્યાં છે. તેઓ રશિયા અને યુક્રેન યુદ્ધને પૂર્ણ કરવા માટે પોતાનું સમર્થન આપ્યું તે માટે તેમનો આભાર’. આ પોસ્ટમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પે પીએમ મોદીના કામના ખૂબ જ વખાણ કર્યાં હતા. તેમનું કહેવું છે કે, પીએમ નરેન્દ્ર મોદી પોતાના દેશ માટે ખૂબ જ સારૂ કામ કરી રહ્યાં છે.

ટેલિફોનિક વાતમાં ટેરિફ અંગે કેમ ચર્ચા ના થઈ?
ભારત અને અમેરિકાના વચ્ચે ટેરિફ મામલે જે વિવાદ ચાલી રહ્યો છે તે અંગે ફોનમાં કોઈ વાત થઈ હોય તેવું લાગતું નથી. કારણે કે, ના તો પીએ મોદીએ પોતાની પોસ્ટમાં તેનો ઉલ્લેખ કર્યો છે કે, ના તો ડોનાલ્ડ ટ્રમ્પે આવી કોઈ વાતનો ઉલ્લેખ કર્યો છે. બની શકે કે ટેરિફ મામલે હજી પણ બંને દેશો વચ્ચે અસમંજસ હશે.

પરંતુ આ પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા લખ્યું હતું કે, ભારત સાથે વેપાર વાટાઘાટો ચાલી રહી છે અને તેઓ આગામી અઠવાડિયામાં તેમના ‘ખૂબ સારા મિત્ર’ અને સમકક્ષ નરેન્દ્ર મોદી સાથે વાત કરવા આતુર છે.

ત્યાર બાદ અત્યારે પીએમ મોદી સાથે વાત પણ થઈ છે. જેથી હવે એ જવાનું રહેશે કે, ટેરિફ મામલે કેવા નિર્ણયો લવામાં આવે છે? જો કે, પીએમ મોદીને જન્મ દિવસની અનેક દેશના વડાપ્રધાને શુભેચ્છાઓ આપી છે.

આ પણ વાંચો…PM Narendra Modi 75th Birthday: પીએમ મોદીજીના વિશે કેટલું જાણો છો? અહીં જાણી લો એક ક્લિક પર…

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button