PM ધન-ધાન્ય કૃષિ યોજના મંજૂર: 100 જિલ્લામાં ખેડૂતોના સશક્તિકરણનો લક્ષ્ય | મુંબઈ સમાચાર
નેશનલ

PM ધન-ધાન્ય કૃષિ યોજના મંજૂર: 100 જિલ્લામાં ખેડૂતોના સશક્તિકરણનો લક્ષ્ય

નવી દિલ્હી: ખેડૂતો સદ્ધર બને તે માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે એક નવી યોજના લોન્ચ કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ આજે નવી દિલ્હી ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં પીએમ ધન-ધાન્ય કૃષિ યોજનાને 2025-26થી છ વર્ષ માટે મંજૂરી આપવામાં આવી છે.

100 જિલ્લામાં ખેતીવાડીના વિકાસની યોજના

પીએમ ધન-ધાન્ય કૃષિ યોજના નીતિ આયોગના ‘મહત્વાકાંક્ષી જિલ્લાઓ’ કાર્યક્રમથી પ્રેરિત છે. પરંતુ તે ખાસ કરીને કૃષિ અને તેના સાથે જોડાયેલા વિસ્તારો પર કેન્દ્રિત છે. આ યોજનાનો હેતુ 100 જિલ્લાઓમાં ખેતીવાડીનો વિકાસ કરવાનો છે. આ 100 જિલ્લાઓની પસંદગી ઓછી ઉત્પાદકતા, ટૂંકું પાક ચક્ર અને લોનનું ઓછું વિતરણ જેવા માપદંડોના આધારે કરવામાં આવશે. જેમાં દરેક રાજ્યના ઓછામાં ઓછા એક જિલ્લાનો સમાવેશ કરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં ખેડૂતો માટે કામના સમાચાર, જો નહીં કરાવો આ કામ તો પીએમ કિસાન યોજનાનો અટકી જશે ૨૦ મો હપ્તો…

સિંચાઈ વ્યવસ્થાને વધુ સુલભ બનાવવાના કામો કરાશે

પસંદગી પામેલા 100 જિલ્લાઓમાં ખેતીની ઉત્પાદતા વધારવી, કૃષિ વૈવિધ્યકરણને પ્રોત્સાહિત કરવું, ટકાઉ ખેતીના વિકલ્પો અપનાવવા, પંચાયત અને જિલ્લા સ્તરે પાક સંગ્રહની સુવિધાઓ વધારવી તથા સિંચાઈ વ્યવસ્થાને વધુ સુલભ બનાવવા જેવા કામો કરવામાં આવશે.

યોજનાનો અમલ કેવી રીતે થશે?

આ યોજનાને 11 મંત્રાલયોની 36 યોજનાઓના સંકલન દ્વારા લાગુ કરવામાં આવશે. જેમાં રાજ્ય સરકારની યોજનાઓ અને ખાનગી ક્ષેત્રની ભાગીદારી પણ સામેલ થશે. કેબિનેટે એનટીપીસી લિમિટેડને રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં રોકાણ માટે હાલની સીમાથી ઉપર જઈને 20,000 કરોડ રૂપિયા સુધી રોકાણ કરવાની મંજૂરી આપી છે. આ રોકાણ એનટીપીસી ગ્રીન એનર્જી લિમિટડ અને તેની સહાયક કંપનીઓનો સંયુક્ત સાહસ હેઠળ કરવામાં આવશે. જેથી 2023 સુધી 60 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતા મેળવી શકાશે.

આ પણ વાંચો: સુધારેલી પાક વીમા યોજના લાગુ કરવામાં આવશે

ઉલ્લેખનીય છે કે, એનએલસીઆઈએલને પણ 7,000 કરોડ રૂપિયા સુધીના રોકાણની ખાસ છૂટ આપવામાં આવી છે. જે પોતાની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની NCL ઈન્ડિયા રિન્યુએબલ્સ લિમિટેડ દ્વરા રેન્યુએબલ એનર્જી પ્રોજેક્ટમાં લગાવશે. જેનાથી કંપનીનું સંચાલન અને નાણાકીય સુગમતા વધશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button