નીતીશની નવી નીતિ પર PK ના પ્રહાર, બિહારની બેઠકોને લઈને પ્રશાંત કિશોરે કરી આ ભવિષ્યવાણી
બિહારમાં રાજકીય ઉથલપાથલ અને નીતીશ કુમારની આગેવાનીમાં NDA સાથે મળીને નવી સરકાર બનાવવા પર PK (પ્રશાંત કિશોર)એ એક મહત્વનુ નિવેદન આપ્યું છે અને સાથે સાથે ભવિષ્યવાણી પણ કરી છે. આજની સ્થિતિને લઈને તેને કહ્યું કે બિહારમાં બધી જ પાર્ટી ‘પલટૂરામ’ છે. આ સાથે જ તેને 2025માં થનાર ચૂંટણીની પણ ભવિષ્યવાણી કરી દીધી છે. તેને કહ્યું કે ત્યાં સુધી તો આ ગઠબંધન પણ નહીં ચાલે અને આ ઘટનાને લઈને BJPને બૌ મોટું નુકસાન થવાનું છે.
નીતીશ કુમાર પર આકરા પ્રહાર કરતાં પ્રશાંત કિશોર કહે છે કે ‘તેઓ ધુતારા છે, બિહારના લોકોને ઠગી રહ્યા છે. બિહારની જનતા વ્યાજ સહિત વસૂલ કરશે. બસ લોકસભાની ચૂંટણીને છોડી દો. અમે ન હતું કીધું કે તમે પલટી જાઓ.’
તેઓ કહે છે કે ‘કોઈ પણ ગઠબંધનમાં નીતીશ કુમાર આગામી વિધાન સભાની ચૂંટણી લડે, તેને 20 સીટ પણ નહીં મળે. અને જો આવું થયું તો હું સંન્યાસ લઈ લઇશ.’
આ પહેલા પણ પ્રશાંત કિશોરે નીતીશ પર નિશાન સાધતાં કહ્યું હતું કે જો તેઓ INDIA ગઠબંધન સાથે ચૂંટણી લડશે તો તેને 5 સીટ પણ નહીં મળે. અને જો આવું થશે તો PK જાહેરમાં માફી માંગશે.
આપને જણાવી દઈએ કે રાજીનામા બાદ નીતિશ કુમારે કહ્યું કે જેડીયુના લોકો પાસેથી મળેલા અભિપ્રાય મુજબ મેં મારા પદ પરથી રાજીનામું આપ્યું છે.અમે અગાઉના ગઠબંધન (NDA)ને છોડીને નવું ગઠબંધન કર્યું હતું, પરંતુ આમાં પણ સ્થિતિઓ ઠીક ન લાગી.