ડોલાન્ડ ટ્રમ્પના વાયરલ વીડિયો અંગે પીઆઈબીએ કર્યું ફેક્ટચેક! સામે આવી સાચી હકીકત

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને એક વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. જેમાં તેઓ કથિત રીતે એવું કહી રહ્યા હતા કે, પાકિસ્તાનમાં જે પૂરની સ્થિતિ સર્જાઈ છે તેના માટે ભારત જવાબદાર છે, ભારતે ડેમના દરવાજા ખોલ્યા તેના કારણે પાકિસ્તાનમાં પૂર આવ્યું છે. જો કે, આ વીડિયો મામલે પીઆઈબી દ્વારા ફેક્ટ ચેક કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે, વાસ્તવમાં આ વીડિયો એઆઈ દ્વારા બનાવવામાં આવ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો 30મી મે 2025ના વીડિયોના આધારે એઆઈ દ્વારા આ વીડિયો બનાવવામાં આવ્યો હતો. આ વીડિયોમાં ડોલાન્ડ ટ્રમ્પ ભારતની આલોચના કરતા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ હકીકત કંઈક અલગ છે. આ વીડિયો માત્ર ભારતની આંતરરાષ્ટ્રીય સ્તરે છબી ખરાબ કરવામાં માટે બનાવવામાં આવ્યો હતો.
યુએસ રાષ્ટ્રપતિએ આવું કોઈ નિવેદન આપ્યું નથીઃ પીઆઈબી
પીઆઈબી દ્વારા વીડિયોનું ફેક્ટ ચેક કરવામાં આવ્યું છે. પીઆઈબીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સાચો વીડિયો અને એઆઈ વીડિયો બંને પોસ્ટ કરીને સમગ્ર વાતને વિગતે સમજાવી છે. આ સાથે આવા કોઈ પણ વીડિયોમાં તરત વિશ્વાસ ના કરવો જોઈએ તેવી સલાહ પણ આપવામાં આવી છે. પીઆઈબીએ લખ્યું કે, યુએસ રાષ્ટ્રપતિએ આવું કોઈ નિવેદન આપ્યું નથી! મૂળ વીડિયો 30 મે, 2025 નો છે, અને તેથી જૂદો અને અસંબંધિત છે. આવા નફરત ફેલાવવાના ઇરાદાથી શેર કરવામાં આવતા AI-જનરેટેડ વીડિયોઝથી સાવધાન રહેવું તેવી અપીલ પણ કરવામાં આવી હતી.
DEEPFAKE VIDEO ALERT!
— PIB Fact Check (@PIBFactCheck) August 30, 2025
In an AI-generated deepfake video circulating online, the US President @realDonaldTrump claims that the floods in Pakistan are a result of India opening its dams in Kashmir.#PIBFactCheck
The US President has made NO such statement!
The original… pic.twitter.com/p0GDXvDk6F
પૂર અંગે વિગતો આપી ભારતે માનવતા દાખવી હતી
પાકિસ્તાનમાં આવેલા પૂરની વાત કરવામાં આવે તો ભારતે માનવતા દાખવીને પહેલા જ આ પૂર અંગે પાકિસ્તાનને ચેતવણી આપી હતી. જેથી પાકિસ્તાને પણ તેની નોંધ લીધી અને લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યાં હતાં. પાકિસ્તાનમાં ભારે વરસાદના કારણે ખાસ કરીને પંજાબ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સૌથી વધારે નુકસાન થયું છે. છેલ્લા 24 કલાકમાં પૂર અને વરસાદના કારણે 15 લોકોનું મોત થયું છે.પંજાબના માહિતી પ્રધાન આઝમા બુખારીએ કહ્યું હતું કે, પંજાબના આવેલા ભયાનક પૂરના કારણે 20 લાખથી પણ વધારે લોકોને અસર થઈ છે. અત્યાર સુધીમાં પૂરમાં ફસાયેલા 7,60,000 લોકો સાથે સાથે 5 લાખથી વધારે પશુઓને પણ બચાવી લેવામાં આવ્યાં છે. આ દરમિયાન પંજાબ પ્રાંતમાં છેલ્લા 24 કલાકમાં 10થી વધારે લોકોનું મોત થયું છે.
આ પણ વાંચો…અમેરિકાની ચિંતા વધી! ‘ટ્રમ્પ ઇઝ ડેડ’ ટ્રેન્ડ બાદ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માંગે છે ઝેલેન્સ્કી