Election Result: લોકોએ કોઇને બહુમત આપ્યો નથી, જનાદેશ મોદી વિરુદ્ધઃ ખડગે
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામો પછી કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. મીડિયાને સંબોધતા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે સાથે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ લોકસભાની ચૂંટણીના પરિણામોને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ જનાદેશ અને ભાજપની રાજકીય અને નૈતિક હાર ગણાવી હતી. અહીં એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું હતું કે પરિણામો જનતા અને લોકશાહીની જીત છે. ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધને 290થી વધુ બેઠકો પર જીત હાંસલ કરી છે. જ્યારે વિપક્ષી ઇન્ડિયા ગઠબંધને 230થી બેઠકો પર જીત મેળવી છે.
રાહુ ગાંધીએ કહ્યું હતું કે આ ચૂંટણી ઈન્ડ ગઠબંધન અને કોંગ્રેસ પાર્ટી ફક્ત એક રાજકીય પક્ષ સામે લડી નથી, પરંતુ આ ચૂંટણી અમે ભારતીય જનતા પાર્ટી, સીબીઆઈ-ઈડી અને એ બધાની સામે લડ્યા છે, કારણ કે આ બધી સંસ્થાઓએ નરેન્દ્ર મોદીજી અને અમિત શાહે ડરાવ્યા, ધમકાવ્યા પણ લડાઈ સંવિધાનને બચાવવાની હતી.
આ પણ વાંચો: મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને મળી INDI ગઠબંધનની બેઠક : શું લેવાયા નિર્ણયો ?
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે કહ્યું કે આ લોકસભા ચૂંટણીનું પરિણામ જનતા અને લોકશાહીની જીત છે અને તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય અને નૈતિક હાર છે. અમે પહેલાથી જ કહી રહ્યા હતા કે આ લડાઈ મોદી વિરુદ્ધ જનતાની છે.”
તેમણે કહ્યું હતું કે ”18મી લોકસભાની આ ચૂંટણીમાં અમે જનમતને નમ્રતાપૂર્વક સ્વીકાર્યો છે. આ વખતે જનતાએ કોઈ એક પક્ષને પૂર્ણ બહુમતી આપી નથી. ખાસ કરીને સત્તાધારી ભાજપે એક વ્યક્તિ અને એક ચહેરાના નામે વોટ માંગ્યા હતા, તેમણે કહ્યું હતું કે, “આ વડાપ્રધાનની રાજકીય અને નૈતિક હાર છે. આ તેમના માટે મોટી હાર છે.
ખડગેએ કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સાથે કોંગ્રેસના મુખ્યાલયમાં પત્રકારોને સંબોધતા કહ્યું હતું કે સરકારી તંત્રએ વિપક્ષી ગઠબંધનના માર્ગમાં અવરોધો ઉભા કર્યા છે. લોકોએ કોંગ્રેસના ઢંઢેરામાં વડા પ્રધાન મોદી દ્વારા ફેલાવવામાં આવેલા ‘જૂઠાણા’ને જોયું હતું.