પટનામાં ટ્રક અને રિક્ષા વચ્ચે ભયંકર અકસ્માત! ગંગા સ્નાન કરી આવતા 8 શ્રદ્ધાળુઓનું મોત

પટનાઃ બિહારમાં પટનના શાહજહાંપુર વિસ્તારમાં ગંગા સ્નાન કરીને આવી રહેલા શ્રદ્ધાળુઓને અકસ્માત નડ્યો હોવાના અહેવાલ મળ્યાં છે. ટ્રક અને રિક્ષા વચ્ચે થયેલા ભયંકર અકસ્માતમાં સાત શ્રદ્ધાળુઓનું ઘટનાસ્થળ પર જ મોત થયું જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં પણ મોત થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં રિક્ષાનો કચ્ચરઘાણ થઈ ગયો છે. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, આસપાસના લોકો પણ ચોંકી ઉઠ્યાં હતાં.
દાનિયાવાન હિલસા સ્ટેટ હાઇવે 4 થયો ગંભીર અકસ્માત
અકસ્માતની વાત કરવામાં આવે તો, શાહજહાંપુરના દાનિયાવાન હિલસા સ્ટેટ હાઇવે 4 પર સિગરિયાવા સ્ટેશન પાસે આ અકસ્માત થયો હતો. જેમાં પાંચ મહિલાઓ સહિત 8 લોકોનું મોત થયું છે. દાનિયાવાન પોલીસે આ કેસમાં અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. મળતી જાણકારી પ્રમાણે મૃતકો નાલંદા જિલ્લાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતમાં 4થી 5 લોકો ઘાયલ થયા છે તે દર્દીઓને અત્યારે નજીકની હોસ્પિટલમાં સારવાર ખસેડવામાં આવ્યાં અને પ્રાથમિક સારવાર આપવામાં આવી રહી છે.
અકસ્માત ટ્રકચાલકની બેદરકારીના કારણે થયોઃ સ્થાનિકો
નાલંદા જિલ્લા આ લોકો ફતુહા ત્રિવેણી ગંગા સ્થાન કરીને આવી રહ્યાં હતા. 8 લોકોનું મોત થતા પરિવારા સહિત ગ્રામજનોમાં ભારે શોકની લાગણીઓ છવાઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ અકસ્માત ટ્રકચાલકની બેદરકારીના કારણે થયો છે. ટ્રક ડ્રાઈવર રિક્ષાને ટક્કર મારીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર મામલે અત્યારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો…પેમ્બ્રોકમાં ટુરિસ્ટ બસને ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોના મોત