શ્રીનગર એરપોર્ટ પર આર્મી ઓફિસરે કરી 'બબાલ': સ્પાઈસ જેટના કર્મચારીઓ પર હિંસક હુમલો...

શ્રીનગર એરપોર્ટ પર આર્મી ઓફિસરે કરી ‘બબાલ’: સ્પાઈસ જેટના કર્મચારીઓ પર હિંસક હુમલો…

એફઆઇઆર નોંધાવ્યો અને પ્રવાસીને 'નો-ફ્લાઇ' લિસ્ટમાં સામેલ કરવાની પ્રક્રિયા શરૂ

શ્રીનગર: દિલ્હી જતી સ્પાઈસજેટની ફ્લાઈટ SG386ના બોર્ડિંગ ગેટ એક યાત્રીએ અચાનક એરલાઈનના ચાર કર્મચારી પર ગંભીર હુમલો કર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટના શ્રીનગર એરપોર્ટ પર બની હતી. આ હુમલામાં સ્પાઈસજેટના કર્મચારીઓને ગંભીર ઈજાઓ થઈ હતી.

હુમલામાં એક કર્મચારી બેભાન થઈ ગયો, જ્યારે અન્યને કરોડરજ્જુ અને જડબામાં ગંભીર ઇજાઓ પહોંચી છે. આ ઘટનાએ એરપોર્ટની સુરક્ષા અને યાત્રીઓના વર્તન અંગે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર એક મુસાફરે શ્રીનગર એરપોર્ટ પર સ્પાઈસજેટ એરલાઇનના કર્મચારીઓ પર લાતો અને મુક્કાઓથી હુમલો કર્યો. આ હુમલામાં એક કર્મચારી બેભાન થઈને જમીન પર પડી ગયો, પરંતુ યાત્રીએ તેને બેભાન હોવા છતાં લાતો મારવાનું ચાલુ રાખ્યું.

અન્ય કર્મચારી દ્વારા તેને મદદ કરવા પહોંચ્યો તો, તેને પણ જડબા પર લાતો અને મુક્કાનો વરસાદ કર્યો હતો. જેનાથી તેના નાક અને મોંમાંથી લોહી નીકળવા લાગ્યું. ઘાયલ કર્મચારીઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

સ્પાઇસજેટના સૂત્રો પ્રમાણે, હુમલો કરનાર યાત્રી એક વરિષ્ઠ સૈન્ય અધિકારી હતો, જે બે કેબિન બેગ લઈ જઈ રહ્યો હતો, જેનું કુલ વજન 16 કિલો હતું. આ વજન નિયમો મુજબ 7 કિલોની મર્યાદાથી ઘણું વધારે હતું. જ્યારે યાત્રીને વધારાના સામાન માટે ચાર્જ ચૂકવવાનું કહેવામાં આવ્યું.

તેણે ચૂકવણી કરવાનો ઇનકાર કર્યો અને બોર્ડિંગ પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના એરોબ્રિજમાં ઘૂસી ગયો, તેને ઉડ્ડયન સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કર્યુ હતું. સુરક્ષા ગાર્ડે તેને ગેટ પર પાછો લાવ્યો, પરંતુ ત્યારે યાત્રીનું વર્તન વધુ આક્રમક બન્યું અને તેણે કર્મચારીઓ પર હુમલો કર્યો હતો.

આ ઘટના બાદ સ્પાઇસજેટે સ્થાનિક પોલીસમાં એફઆઇઆર નોંધાવ્યો છે અને પ્રવાસીને નો-ફ્લાઇ લિસ્ટમાં સામેલ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેના કારણે તે હવે ફ્લાઇટમાં મુસાફરી નહીં કરી શકે. એરલાઇને નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પત્ર લખીને આ હુમલાની જાણકારી આપી અને યાત્રી સામે કડક કાર્યવાહીની માગણી કરી છે. આ ઉપરાંત, એરપોર્ટનો સીસીટીવી ફૂટેજ પોલીસને સોંપવામાં આવ્યો છે, જેથી આગળની તપાસ અને કાર્યવાહી થઈ શકે.

સ્પાઇસજેટે આ ઘટનાને ગંભીર ગણાવી અને કર્મચારીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપવાની વાત કરી. એરલાઇને જણાવ્યું કે આવી ઘટનાઓ નિયમોનું ઉલ્લંઘન કરે છે અને કર્મચારીઓની સુરક્ષાને જોખમમાં મૂકે છે. આ ઘટનાએ એરપોર્ટ પર યાત્રીઓના વર્તન અને એરલાઇન કર્મચારીઓની સુરક્ષા અંગે ચર્ચા ઊભી કરી છે. સ્પાઇસજેટે આવા વર્તન સામે કડક પગલાં લેવાની ચેતવણી આપી છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ટાળી શકાય.

આ પણ વાંચો…કરોડોના ખર્ચે દેશવાસીઓને બચાવ્યા: ભારતે આ રીતે યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાંથી કરી ભારતીયોની વતન વાપસી

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button