પરિણીતા અને પ્રેમીએ OYOનો રૂમ બુક કર્યો, સાત કલાક બાદ મળ્યા આવી પરિસ્થિતિમાં…
નવી દિલ્હીઃ દિલ્હીના જાફરાબાદમાં OYO હોટેલાં શુક્રવારે એક યુવક-યુવતીને મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. મૃતકોની ઓળખ મેરઠ નિવાસી સોહરાબ અને દિલ્હી નિવાસી આયેશા તરીકે કરવામાં આવી હતી. મળી રહેલી માહિતી પ્રમાણે આયેશા પરિણીત હતી અને તેને નવ અને ચાર વર્ષના બાળકો છે. જ્યારે આયેશાના પતિનું નામ મોહમ્મદ ગુલફામ છે, જે પ્રોટીન સપ્લિમેન્ટ વેચે છે.
એક સિનીયર અધિકારીએ આપેલી માહિતી અનુસાર પોલીસને મૌજપુર મેટ્રો સ્ટેશન પાસે OYO હોટેલના એક રૂમમાં બે મૃતદેહ મળ્યા હોવાની માહિતી એક પીસીઆર કોલ આવ્યો હતો. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો તેમને જાણવા મળ્યું કે સોહરાબ અને આયેશા બપોરે 1 વાગ્યાની આસપાસ OYO હોટેલમાં ચેક ઈન કર્યું હતું અને તેમણે ચાર કલાક માટે રૂમ બુક કર્યો હતો. પરંતુ તેઓ બહાર નહીં આવતા આશરે સાંજે પોણાઆઠ વાગ્યે હોટેલ સ્ટાફે દરવાજો ખટખટાવ્યો. રૂમની અંદર કોઈ જવાબ મળ્યો નહોતો. પરિણામે હોટેલ સ્ટાફે બીટ કોન્સ્ટેબલને આ ઘટનાની જાણ કરી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર પોલીસે જણાવ્યું હતું કે પોલીસની હાજરીમાં જ્યારે રૂમનો દરવાજો ખોલ્યો હતો ત્યારે સોહરાબની બોડી નાયલોનની રસી સાથે પંખામાં લટકેલો જોવા મળ્યો હતો જ્યારે આયેશા પલંગ પર મૃતદેહ મળી આવ્યો હતો.
ડીસીપીએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે આયેશાની ગરદન ઈજાના નિશાન જોવા મળ્યા હતા. આયેશાની બાજુમાં જ અડધા પાનાની સ્યુઈસાઈડ નોટ મળી આવી હતી. જેમાં આવે દાવો કરવામાં આવ્યો છે કે બંને એકબીજાને પ્રેમ કરે છે અને એટલે બંનેએ એક સાથે જીવન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે.
ડીસીપીએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે હત્યાની તરત બાદ જ ઘટના સ્થળની તપાસ માટે દિલ્હી પોલીસની ક્રાઈમ ટીમ અને એફએસએલ ટીમને બોલાવવામાં આવી હતી. રિસેપ્શન અને દાદરાના સીસીટીવી ફૂટેજની તપાસમાં કરવામાં આવી રહી છે. આયેશાના પતિની પણ પૂછપરછ કરવામાં આવી રહી અને પોસ્ટમોર્ટમ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.