ટોપ ન્યૂઝનેશનલ

PAN-ADHAR Link: પાન-આધાર લિંક કરવામાં વિલંબ કરનારાઓ પાસેથી સરકારે ₹600 કરોડનો દંડ વસૂલ્યો

નવી દિલ્હી: કેન્દ્રીય નાણા રાજ્ય પ્રધાન પંકજ ચૌધરીએ લોકસભામાં જણાવ્યું હતું કે 11 કરોડથી વધુ લોકોએ હજુ પણ PAN અને ADHAR કાર્ડને લિંક કરાવ્યા નથી. તેમણે કહ્યું કે સરકારે PAN ને આધાર સાથે લિંક કરવામાં વિલંબ માટે દંડ તરીકે 600 કરોડ રૂપિયાથી વધુ એકત્રિત કર્યા છે.

PAN અને આધાર કાર્ડને લિંક કરવાની અંતિમ તારીખ 30 જૂન 2023 સુધી હતી. આ સમયમર્યાદા પછી PAN અને આધારને લિંક કરનારાઓ પાસેથી 1,000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવી રહ્યો છે.

પંકજ ચૌધરીએ કહ્યું કે લગભગ 11.48 કરોડ પાન કાર્ડ હજુ પણ બાયોમેટ્રિક ઓળખ સાથે જોડાયેલા નથી. જે લોકોએ PAN-ADHAR લિંક નથી કર્યું તેમની પાસેથી 1 જુલાઈ, 2023 થી 31 જાન્યુઆરી, 2024 સુધીમાં દંડ પેટે કુલ રૂ. 601.97 એકત્ર કરવામાં આવ્યા છે.

આવકવેરા અધિનિયમ 1961 ની જોગવાઈઓ હેઠળ, દરેક વ્યક્તિ જેને 1 જુલાઈ, 2017 સુધી પાન કાર્ડ ફાળવવામાં આવ્યું છે અને તે આધાર નંબર મેળવવા માટે પાત્ર છે તેને PAN-ADHAR લિંક કરવું ફરજીયાત છે. ગયા વર્ષે, આવકવેરા વિભાગે કહ્યું હતું કે જે લોકોએ તેમના આધારને લિંક કર્યું નથી, તેમના PAN 1 જુલાઈ, 2023 થી નિષ્ક્રિય થઈ જશે. એટલું જ નહીં, કરદાતાઓ આવા PAN સામે કોઈ રિફંડ લઈ શકશે નહીં. વધુમાં, TDS અને TCS ઊંચા દરે કાપવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button