પંજાબના જલંધરમાંથી ઝડપાયો પાકિસ્તાની જાસૂસ! આ રીતે દુશ્મનોને આપતો હતો માહિતી

જલંધર, પંજાબઃ ભારતે પાકિસ્તાન સામે હવે સઘત વલણ અપનાવ્યું છે. પાકિસ્તાને વારંવાર ભારત વિરોધી ષડયંત્રો રચ્યાં છે. પહલગામ હુમલો પણ તેનું એક તાજુ ઉદાહરણ છે, જો કે, ભારતે ઓપરેશન સિંદૂરથી તેનો બદલો પણ લીધો છે. આ દરમિયાન એક મોટા સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. પંજાબના જલંઘરમાં ગુજરાજ પોલીસે જલંધર કમિશનરેટ પોલીસના ભાગર્વ કેમ્પ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડ્યાં પાડ્યાં હતા. આ દરોડા દરમિયાન પાકિસ્તાનને માહિતી આપનારા જાસૂસ મોહમ્મદ મુર્તઝા અલીની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત પોલીસ અને જલંધર પોલીસે સાથે મળીને જાસૂસની ઝડપ્યો
મળતી જાણકારી પ્રમાણે ગુજરાત પોલીસે જલંધર શહેર પોલીસની મદદથી ધરપકડ કરી છે. પોલીસે અવતાર નગરમાં બાતમીની આધારે રેડ પાડી અને આરોપીને ઝડપ્યો છે. તેની પાસેથી ચાર મોબાઈલ અને ત્રણ સિમકાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યાં છે. મોહમ્મદ અલી જલંધરમાં ભાડે મકાન રાખીને રહેતો હતો. પાકિસ્તાની જાસૂસ મોહમ્મદ મુર્તઝા અલીને ગુજરાત પોલીસ પોતાની સાથે લાવી છે, હવે તેની સાથે પૂછપરછ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મોહમ્મદ મુર્તઝા અલી મોબાઈલ એપથી માહિતી પાકિસ્તાન મોકલતો
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવપૂર્ણ માહોલમાં ભારતે દરેક પાકિસ્તાનમાં આપણી ચેનલો અને વેબસાઈટોને બંધ કરી દીધી હતી. પરંતુ મોહમ્મદ મુર્તઝા અલી ભારતીય ચેનલો પર સમાચાર સાંભળીને તેની જાણકારી પાકિસ્તાનમાં આપતો હતો. જેથી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI ભારતની અંદરની પરિસ્થિતિ પર નજર રાખી રહી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે, આ બધી માહિતી અલી પોતે બનાવેલી મોબાઇલ એપ દ્વારા પાકિસ્તાનમાં મોકલતો હતો. આ એપમાં ભારતીય ચેનલોની બધી માહિતી અપલોડ કરતો હતો. જેથી પાકિસ્તાનમાં બેઠેલા તે માહિતી જોઈ શકતા હતાં. આ માટે અલી પાકિસ્તાન પાસેથી રૂપિયા પણ લેતો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
જાસૂસ ભારતની અન્ય જાણકારી પણ પાકિસ્તાન પહોંચાડતો
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પાક જાસૂસ મોહમ્મદ મુર્તઝા અલી માત્ર ભારતીય સમાચારો જ નહીં પરંતુ ભારતની અન્ય જાણકારી પણ પાકિસ્તાન પહોંચાડતો હતો. જેથી ISI ભારત વિરોધી ષડયંત્ર રચી શકે. અત્યારે તો તેની ધરપકડ કરી લેવામાં આવી છે. આ સાથે તેની પાસે રહેલા મોબાઈલ અને સિમકાર્ડને પણ જપ્ત કરીને તપાસ માટે મોકલી આપવામાં આવ્યાં છે. અત્યારે હવે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો….પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઈશાક ડારે ટ્રમ્પના યુદ્ધવિરામના દાવાને લઈ શું કહી મોટી વાત?