નેશનલ

સુખદેવ સિંહ ગોગામેડી હત્યા કેસનું પાકિસ્તાની કનેક્શન બહાર આવ્યું હવે આ કારણોસર NIA કેસની તપાસ કરી શકે છે

જયપુર: રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતાની સાથે જ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. આ હત્યા કેસમાં પાકિસ્તાની કનેક્શન પણ સામે આવી રહ્યું છે. એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા પાકિસ્તાન દ્વારા કરવામાં આવી છે. પાકિસ્તાન તરફથી ગોગામેડીને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી.

ગોગામેડીએ ઘણીવાર રાજસ્થાન પોલીસને પત્ર લખીને રક્ષણની વિનંતી કરી હતી, પરંતુ પોલીસે તે બાબત પર કોઈ કાર્યવાહી કરી ન હતી. શ્રીનગરના લાલ ચોકમાં ત્રિરંગો ધ્વજ ફરકાવ્યો ત્યારથી જ તે પાકિસ્તાની આતંકવાદીઓની આંખમાં કણાની જેમ ખૂંચતા હતા.

ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટ 2018ના રોજ સુખદેવ સિંહ ગોગામેડીએ કરણી સેનાના લોકો સાથે મળીને જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના લાલ ચોકમાં ત્રિરંગો ઝંડો ફરકાવ્યો હતો. ત્યારથી તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી. સુખદેવ સિંહ ગોગામેડીનો એક વીડિયો પણ વાઇરલ થયો હતો જેમાં જે તેઓ ધમકીઓ અને સુરક્ષા વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તેઓ કહી રહ્યો છે કે મેં ફરિયાદ કર્યા પછી પણ પ્રશાસનનું વલણ ઢીલું છે. પોલીસ અને પ્રશાસનને ફરિયાદ કર્યાને ત્રણ દિવસ વીતી ગયા છે. પરંતુ હજુ સુધી કોઇ સુરક્ષા મળી નથી.

નોંધનીય છે કે પાકિસ્તાન, ખાલિસ્તાન અને હિન્દુસ્તાની ગુંડાઓનું કનેક્શન કુખ્યાત ગેંગસ્ટર લોરેન્રેસ બિશ્નોઈની ગેંગ કેનેડા અને અમેરિકાથી ઓપરેટ થતી હોવાનું જાણવા મળે છે. તેમની ગેંગ ભારતમાં ગુનાહિત અને આતંકવાદી પ્રવૃત્તિઓ કરી રહી છે. આ ગેંગના ખાલિસ્તાની આતંકવાદી ઓ સાથે ઊંડા સંબંધો છે. ત્યારે એ શક્યતાને નકારી શકાય નહિ કે પાકિસ્તાને આ ગેંગ દ્વારા સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા કરાવી હોય. આ હત્યાની જવાબદારી લેનાર ગેંગસ્ટર રોહિત ગોદારા દુબઈમાં બેઠો છે.

ગોગામેડી હત્યા કેસની તપાસ NIAને સોંપવામાં આવી શકે છે. બહુ જલ્દી NIAની ચાર સભ્યોની ટીમ તપાસ માટે જયપુર પહોંચી શકે છે. શરૂઆતમાં NIAના અધિકારીઓ રાજસ્થાન પોલીસ દ્વારા રચાયેલી SITને તપાસમાં સહયોગ કરશે. ત્યારબાદ તે તમામ કેસ પોતાના હાથ પર લેશે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત