પાકિસ્તાન ના સુધર્યું: વળતો જવાબ આપવા ભારતીય સેનાને છુટો દોર અપાયો

નવી દિલ્હી: આજે સાંજે યુદ્ધ વિરામ પર સંમત થયાના થોડા કલાકોમાં જ પાકિસ્તાને યુદ્ધ વિરામનું ઉલંઘન કર્યું છે. પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત તરફ ડ્રોન છોડ્યા હતાં. LoC પર ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. હવે ભારતીય સેનાને વળતી કાર્યવાહી કરવા માટે છૂટ આપવામાં આવી છે.
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ એક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે આજે સાંજે થયેલી દ્વિપક્ષીય સમજૂતીના પાકિસ્તાની સૈન્યના ઉલ્લંઘનનો કડક જવાબ આપવા ભારતીય સેનાને સૂચના આપવામાં આવી છે.
મિશ્રીએ પાકિસ્તાનને યુદ્ધવિરામ ઉલ્લંઘનની તપાસ કરવા અને યોગ્ય પગલાં લેવા પણ જણાવ્યું છે.
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું, “આ ઘૂસણખોરી અત્યંત નિંદનીય છે અને તેના માટે પાકિસ્તાન જવાબદાર છે. અમારું માનવું છે કે પાકિસ્તાને આ પરિસ્થિતિને યોગ્ય રીતે સમજવી જોઈએ અને આ ઘૂસણખોરીને રોકવા માટે તાત્કાલિક યોગ્ય પગલાં લેવા જોઈએ.”