ટોપ ન્યૂઝનેશનલ

ભુજથી લઈ પઠાણકોટ પર પાકિસ્તાનનો હુમલોઃ ઢાલ બન્યું ‘સુદર્શન’

નવી દિલ્હીઃ ભારતીય સેના પહલગામ હુમલાનો બદલો ઓપરેશન સિંદૂરથી લીધો હતો. ભારતના આ પગલાથી પાકિસ્તાન રઘવાયું થયું હતું. પાકિસ્તાને ડ્રોન અને મિસાઈલનો ઉપયોગ કરીને અવંતીપુરા, શ્રીનગર, પઠાણકોટ, અમૃતસર, કપૂરથલા, જાલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા,ચંદીગઢ, ભુજ સહિત ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક સૈન્ય ઠેકાણા પર હુમલાની કોશિશ કરી હતી.

જોકે ભારતીય સેનાએ આ હુમલાને યુએએસ ગ્રિડ અને એર ડિફેન્સ સિસ્ટમથી નિષ્ફળ બનાવ્યો હતો. હુમલા બાદ મળી આવેલો કાટમાળ પાકિસ્તાનના હુમલાની પુષ્ટિ કરી છે. આજે સવારે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં અનેક સ્થળો પર એર ડિફેન્સ રડાર અને સિસ્ટમને નિશાન બનાવી હતી. સૂત્રો મુજબ ભારતીય સેનાએ લાહોરમાં એર ડિફેન્સ સિસ્ટમને તોડી પાડી હતી.

આપણ વાંચો: ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન વિસ્ફોટોથી ધણધણ્યું , લાહોર બાદ કરાચીમાં પણ બ્લાસ્ટ

ભારતે પણ આ હુમલાનો જવાબ તેની જ ભાષામાં આપ્યો હતો. ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનની અનેક એર ડિફેન્સ રડાર અને સિસ્ટમને નિશાન બનાવી હતી. લાહોરની એર ડિફેન્સ સિસ્ટમને નિષ્ક્રિય કરવામાં આવી હતી.

પાકિસ્તાનના કોઈ સૈન્ય હેડ ક્વાર્ટરને નિશાન નહીં બનાવવામાં આવ્યું નહોતું તેવી ભારતે પહેલા જ સ્પષ્ટતા કરી હતી. ભારતનો હેતુ યુદ્ધને પ્રોત્સાહન આપવાનો નહીં પરંતુ સણસણતો જવાબ આપવાનો છે.

પાકિસ્તાને લાઈન ઓફ કંટ્રોલ પર ભારે ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પાકિસ્તાનના ફાયરિંગને પગલે જમ્મુ કાશ્મીરના કુપવારા, બારામુલા, ઉરી, પૂંછ, મેંઢર અને રાજૌરી સેક્ટરમાં સેનાએ જડબાતોડ જવાબ આપ્યાના અહેવાલ છે. એટલું જ નહીં, આ વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ વધારી દેવાયું છે અને સુરક્ષા એજન્સીઓને પણ સતર્ક કરી દેવાઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button