સિંધુ જળ સમજૂતી રદ્દ થવા મુદ્દે હવે પાકિસ્તાનના હાલ થયા ‘બેહાલ’: Dy PMએ કહ્યું એમ તો જીવ જશે….

ઇસ્લામાબાદઃ પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે કડક વલણ અપનાવ્યું હતું. જેના કારણે અત્યારે પાકિસ્તાનની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને દેશ ભીખ માંગવા માટે મબજૂર થયો છે. પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેનો સિંધુ જળ સમજૂતી રદ્દ કરી દીધી હતી. આ સંધિ રદ્દ થવાના કારણે પાકિસ્તાનની હાલત કફોડી બની છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારનું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. પાકિસ્તાન અત્યારે બેબાકળું બની ગયું છે.
સિંધુ જળ સમજૂતી રદ્દ થવાના કારણે પાકિસ્તાનીઓનું જીવન જોખમમાં
Dy PM ઇશાકે ભારત પર સિંધુ જળ સમજૂતીને સતત નબળી પાડવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો છે. કહ્યું કે, આ સિંધુ જળ સમજૂતી રદ્દ થવાના કારણે અમારા (પાકિસ્તાન) લોકોનું જીવન જોખમમાં છે. અહીં લોકો ભૂખ્યા અને તરસ્યા મરી જશે. પાકિસ્તાનના બે ચહેરા છે. એકબાજુ આતંકવાદને આશરો આપવો છે અને બીજી બાજું ગરીબ થઈને ભીખ માંગવી! અત્યારે પણ પાકિસાતનામાં આવી જ સ્થિતિ છે. ભારતની કાર્યવાહીના કારણે પાકિસ્તાનમાં લોકો વર્તમાન સરકારનો પણ વિરોધ કરી રહ્યાં છે. જેના કારણે પાકિસ્તાનની નાયબ વડાપ્રધાને આવું નિવેદન આપ્યું છે.
Dy PM ઇશાક ડાકે યુદ્ધની ધમકી આપી
Dy PM ઇશાકનું કહેવું છે કે, ભારત દ્વારા સિંધુ જળ સમજૂતીનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. પ્રાદેશિક સ્થિરતા અને આંતરરાષ્ટ્રીય કાયદાની પવિત્રતા બંનેને પડકારે છે. એટલું જ નહીં પરંતુ ભારતે એકતરફી કાર્યવાહી કરતા સિંધુ જળ સમજૂતી રદ્દ કરી હોવાનો પણ આરોપ લગાવ્યો છે. પાકિસ્તાન અત્યારે લાખ પ્રયત્નો કરે તો પણ સિંધુ જળ સમજૂતી મામલે ભારત અડગ રહેવાનું છે. વધુમાં ઇશાક ડારે કહ્યું કે, ભારતની આ પગલાના કારણે પાકિસ્તાની નાગરિકોનું જીવન ખતરામાં આવી ગયું છે. સિંધુ જળ સમજૂતી રદ્દ થતા પાકિસ્તાનમાં દુષ્કાળ જેવી સ્થિતિ નિર્માણ પામી છે. જેથી ખેતીને પણ મોટા પ્રમાણમાં અસર થઈ છે. આટલી વિતી રહી હોવા છતાં પણ Dy PM ઇશાક ભારતને ધમકી આપે છે કે, પાણીને રોકવામાં આવ્યું છે તેને યુદ્ધ માનવામાં આવશે.
આ પણ વાંચો…બિલાવલ ભુટ્ટોની ધમકીનો સી.આર. પાટીલે આપ્યો જવાબ, સિંધુ જળ સંધિને લઈને કરી મોટી વાત
શા માટે સિંધુ જળ સમજૂતી ભારતે રદ્દ કરી?
ભારતમાં 22મી એપ્રિલે પહલગામમાં એક મોટો આતંકવાદી હુમલો થયો હતો. જે હુમલો પાકિસ્તાની આતંકવાદીઓએ કરાવ્યો હતો. આ આતંકી હુમલામાં ભારતના કુલ 26 નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી હતી. જેના કારણે ભારતે 1960ની સિંધુ જળ સમજૂતીને રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં રહેતા આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યાં હતાં. ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં આવેલા 9 આતંકવાદી ઠેકાણાઓ ધ્વસ્ત કર્યાં જેમાં 100થી પણ વધારે આતંકવાદીઓ માર્યા ગયાં હતા. પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે દરેક રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપ્યો હતો.



