નેશનલ

શ્રી ગંગાનગર સરહદ પાર પાકિસ્તાને ખાલી કરાવ્યા ગામો, ઝીરો લાઇન નજીક પાકિસ્તાની રેન્જર્સનું પેટ્રોલિંગ

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારત દ્વારા જવાબી કાર્યવાહીને પગલે પાકિસ્તાન સેનામાં ફફડાટ ફેલાયો છે. જેના લીધે પાકિસ્તાને ભારતને અડી આવેલી સરહદ પર ગતિવિધીઓ તેજ કરી દીધી છે. જેમાં પાકિસ્તાને રાજસ્થાન સરહદ પર સતર્કતા વધારી છે.

રાજસ્થાનની પશ્ચિમમાં શ્રી ગંગાનગર સરહદની ઝીરો લાઇન નજીક પાકિસ્તાની રેન્જર્સ પેટ્રોલિંગ કરી રહ્યા છે. પાકિસ્તાની રેન્જર્સે સરહદ પારના અનેક ગામડાઓ ખાલી કરાવ્યા છે. અહેવાલ છે કે પાકિસ્તાન રેન્જર્સ જેસીબી મશીનો સાથે તૈયારીઓમાં વ્યસ્ત છે.

સરહદી વિસ્તારોમાં સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે

જયારે બીજી તરફ ભારતમાં બીએસએફના જવાનો પણ સરહદ પાર દુશ્મનની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. ભારતીય સૈનિકો દુશ્મનને જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. સરહદી વિસ્તારોમાં સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે અને દેખરેખ વધારી દેવામાં આવી છે.

આ સીમા રેડક્લિફ લાઇન તરીકે ઓળખાય છે

શ્રી ગંગાનગર પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહાવલનગર જિલ્લા સાથે તેની સરહદ વહેંચે છે. આ સીમા રેડક્લિફ લાઇન તરીકે ઓળખાય છે. તેની સ્થાપના 1947માં દેશના ભાગલા દરમિયાન થઈ હતી અને તે લગભગ 3323 કિલોમીટર લાંબી ભારત-પાકિસ્તાન સરહદનો ભાગ બને છે.

શ્રી ગંગાનગર વિશ્વની સૌથી ખતરનાક સરહદ

શ્રી ગંગાનગર સરહદની લંબાઈ લગભગ 210 કિલોમીટર છે જે તેને વ્યૂહાત્મક અને સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ બનાવે છે. આ સરહદ પર સતત દેખરેખ રાખવામાં આવે છે. શ્રી ગંગાનગર સરહદને વિશ્વની સૌથી ખતરનાક સરહદોમાંની એક ગણવામાં આવે છે.બીએસએફ દ્વારા તેની નજીકથી દેખરેખ રાખવામાં આવે છે. સરહદ પર ફેન્સિંગ, ફ્લડલાઇટ્સ અને બોર્ડર આઉટપોસ્ટ સ્થાપિત કરવામાં આવી છે.

આ પણ વાંચો…ભારતીય સેનાની મોટી કાર્યવાહી, કાશ્મીરમાં આતંકવાદીઓના ઠેકાણાનો નાશ કરી હથિયારો જપ્ત કર્યા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button