યુદ્ધવિરામ માટે અમેરિકાને કોણે કરી હતી અપીલ, હવે જાણી લો આ સત્ય?

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ (Ceasefire, ) માટે અમેરિકા (America)એ શા માટે દખલ કરી? તે સવાલ દરેકને થઈ રહ્યો છે. જેથી પાકિસ્તાનને મુદ્દે અત્યારે મોટી અપડેટ આવી છે.
સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, ભારતના હવાઈ હુમલાના કારણે પાકિસ્તાન ડરી ગયું હતું. એટલા માટે પાકિસ્તાને અમેરિકાને વિંનતી કરી હતી કે, તે ભારતને યુદ્ધ વિરામ માટે મનાવે! એક ચોંકાવનારી વાત એવી પ્રકાશમાં આવી છે કે, પાકિસ્તાને અમેરિકાને એવું કહ્યું કે, ભારતે પાકિસ્તાનના પરમાણુ કેન્દ્ર પર બ્રહ્મોસ મિસાઇલ (Brahmos missile)થી હુમલો કરવાનું છે. જેથી અમેરિકાએ દખલ કરી અને યુદ્ધ વિરામ કરાવ્યું હતું.
આપણ વાંચો: અમેરિકાની દખલ બાદ ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે સહમત! જાણો બન્ને દેશોએ શું કહ્યું?
પાકિસ્તાને યુદ્ધ વિરામ માટે અમેરિકા પાસે મદદ માંગી
ભારતથી ડરીને પાકિસ્તાને અમેરિકાની મદદ માંગી હતી. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પાકિસ્તાને યુદ્ધ વિરામ માટે મદદ માંગી ત્યારે અમેરિકાના એનએસએ માર્કો રુબિયોએ યુદ્ધવિરામ માટે ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે વાત કરી હતી.
પરંતુ આ મુદ્દે ભારતે અમેરિકાને ચોખ્ખા શબ્દોમાં કહ્યું હતું કે, આ બન્ને દેશ વચ્ચેનો મામલો છે. જો યુદ્ધ વિરામ કરવું હોય તો પાકિસ્તાન પોતે આ મામલે વાત કરવામાં માટે આવે!
આપણ વાંચો: ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધવિરામ માટે તૈયાર! ટ્રમ્પનો દાવો…
10મી મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી
ભારતે પહેલા યુદ્ધવિરામ માટે સંમત થવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જો કે, બાદમાં પાકિસ્તાનના ડીજીએમઓ અને ભારતના ડીજીએમઓ રાજીવ ઘાઈ વચ્ચે વાતચીત થઈ અને શનિવારે એટલે કે 10મી મેએ યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી.
એટલું જ નહીં પરંતુ આ વાતચીતમાં ભારતે સ્પષ્ટપણે કહ્યું હતું કે આતંકવાદનો અંત લાવવા માટે નવી નીતિ બનાવવામાં આવી છે. હવે સરહદ પાર જઈને પણ આતંકવાદીઓને મારી નાખવામાં આવશે. જોકે, બોર્ડર પર સેન્ય દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તેવી બન્ને દેશોએ સહમતી જાહેર કરી હતી.
આપણ વાંચો: આજનું રાશિભવિષ્ય (09/05/2025): ભારત અને પાકિસ્તાન ઘર્ષણ વચ્ચે આજનું તમારું ભવિષ્ય શું કહે છે જાણો?
આતંકી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂરથી બદલો લીધો
યુદ્ધ વિરામ બાદ પણ પાકિસ્તાને હુમલો કરીને યુદ્ધ વિરામનો ભંગ કર્યો હતો. તેમ છતાં પાકિસ્તાન પ્રેસ કરીને એવું કહે છે કે, તેમની જીત થઈ છે. પાકિસ્તાન અને ત્યાની મીડિયા ચેનલોએ માત્ર અફવાઓ જ ફેલાવી હતી.
પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ બદલો લીધો અને પાકિસ્તાનમાં આશરો લઈ રહેલા 100 આતંકીઓના ઠેકાણાઓને ધ્વસ્ત કરી દીધા હતાં. ભારતે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પણ દાખલો બેસાડ્યો છે કે, હવે ભારત આતંકવાદીઓને કોઈ પણ હિસાબે નહીં છોડે! ઓપરેશન સિંદૂર તેનું જીવંત ઉદાહરણ છે.