પાકિસ્તાને ફરી કરી નાપાક હરકતઃ LOC પર ગોળીબારીમાં દસ ભારતીય માર્યા ગયા

નવી દિલ્હીઃ ભારતીય સેનાએ ઑપરેશન સિંદુર કરી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો હોવા છતાં પાકિસ્તાની તેમની હરકતો બંધ કરતું નથી. ભારતના જવાબથી રોષે ભરાયેલા પાકિસ્તાને એલઓસી પર ફાયરિંગ શરૂ કર્યું છે. છેલ્લા કેટલા દિવસથી પાકિસ્તાન તમામ નીતિ-નિયમો નેવે મૂકી ફાયરિંગ કરી રહી છે ત્યારે તેમના આ ફાયરિંગમાં દસ ભારતીયના મોતની આશંકા સેવાઈ રહી છે. મોતનો સત્તાવાર આંકડો હજુ જાણવા મળ્યો નથી.
ભારતે પાકિસ્તાન પર સ્ટ્રાઈક કરી. ઉશ્કેરાઈ ગયેલા પાકિસ્તાને સામાન્ય ભારતીયોને નિશાન બનાવ્યા છે. પાડોશી દેશ તરફથી LOC પર ગોળીબાર કરવામાં આવ્યો છે, જેમાં દસ લોકોના મોત થયાની પ્રાથમિક ખબર મળી છે. આ પછી, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જમ્મુ, સાંબા, કઠુઆ, રાજૌરી અને પૂંછમાં બધી શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ આખા દિવસ માટે બંધ રાખવામાં આવી છે.
ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે અને ઓપરેશન સિંદુર હેઠળ દેશમાં 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે. ભારતની આ કાર્યવાહી બાદ પાકિસ્તાન ઉશ્કેરાઈ ગયું છે અને પોતાની નાપાક પ્રવૃત્તિઓ ચાલુ રાખીને તેણે સામાન્ય ભારતીયોને નિશાન બનાવ્યા છે. નિયંત્રણ રેખા (LOC) પર ગોળીબાર થયો છે. નિયંત્રણ રેખા નજીકના ગામડાઓ પર તોપમારો અને મોર્ટારથી ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં એક મહિલા અને બે બાળકો સહિત 10 લોકો માર્યા ગયા હતા અને 38 અન્ય ઘાયલ થયા હતા. મોટાભાગના લોકો સૌથી વધુ અસરગ્રસ્ત પૂંછ જિલ્લામાં માર્યા ગયા છે. જ્યારે 25 અન્ય લોકો ઘાયલ થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરમાં 10 અને રાજૌરી જિલ્લામાં ત્રણ લોકો ઘાયલ થયા છે.
ભારતીય સેનાએ પણ આનો યોગ્ય જવાબ આપ્યો છે. ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને પણ નુકસાન થયું છે. જમ્મુના ડિવિઝનલ કમિશનરે માહિતી આપી હતી કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, જમ્મુ, સાંબા, કઠુઆ, રાજૌરી અને પૂંછમાં આજે બધી શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.
પાકિસ્તાને 6 અને 7મી મેના રોજ પણ આ રીતે ગોળીબાર કર્યો હતો, જેોન ભારતીય સેનાએ જવાબ આપ્યો હતો. ગઈકાલે રાત્રે ગોળીબાર સાથે તોપમારો કરતા સામાન્ય નાગરિકો તેનો ભોગ બન્યા હતા. હવે આ સરહદી વિસ્તારના ગામના લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કવાયત ચાલી રહી છે.
આ પણ વાંચો….Operation Sindoor: તમે અમારી સુહાગનોની સેથીના સિંદુર ઊજાડ્યા…આ રીતે પડ્યું નામ