ભારત માટે ખતરાની ઘંટીઃ પાકિસ્તાન અને બાંગ્લાદેશ લશ્કરે હાથ મિલાવ્યા

નવી દિલ્લીઃ ભારતની જાસૂસી સંસ્થાઓને મળેલી હોવાનું કહેવાતી માહિતી મુજબ પાકિસ્તાન અને બાંગ્લાદેશના લશ્કર વચ્ચેના સંબંધ ઘણાં સુધરી ગયા છે. ભારતના બન્ને દુશ્મન પાડોશી દેશના સૈન્ય વચ્ચે વધેલી સાઠગાંઠ નવી દિલ્લી માટે મોટું જોખમ ઊભું કરી શકે છે. આ ઉપરાંત, પાકિસ્તાનની મદદથી બાંગ્લાદેશના પ્રમુખ મહંમદ શાહબુદ્દીને હોદ્દા પરથી હટાવીને તેમના સ્થાને કોઇ લશ્કરી ઉચ્ચ અધિકારીને બેસાડવા પડયંત્ર ઘડાયું હોવાનું પણ કહેવાય છે.
પાકિસ્તાનની બાંગ્લાદેશ સાથે બંધબારણે ગુપ્ત મંત્રણા થઇ
પાકિસ્તાની હવાઇ દળ અને બાંગ્લાદેશ હવાઇ દળના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે 2025ની 15થી 19 એપ્રિલ વચ્ચે બંધબારણે ગુપ્ત મંત્રણા થઇ હતી. પાકિસ્તાન અને બાંગ્લાદેશ ડ્રોન્સ ઉડાડવા અને આકાશમાંના યુદ્ધમાં ઉપયોગી થાય એવા સ્ટિમ્યુલેટર્સ (મોડ્યુલર ઍન્ડ અનમેન્ડ મિશન ટ્રેનર્સ) સંયુક્ત રીતે બનાવવાની યોજના ઘડી રહ્યા હોવાનું પણ બહાર આવ્યું હતું. બન્ને દેશ ગુપ્ત સંદેશવ્યવહાર માટેની યંત્રણા વધારવા તેમ જ ભૂમિ પરથી આકાશમાં અને આકાશમાંથી આકાશમાં હુમલા કરવા માટેની સિસ્ટમ્સ પણ સાથે વિકસાવવા માગતા હોવાનું મનાય છે. આ બન્ને દેશ શત્રુઓના સૈન્યની હિલચાલ પર નજર રાખવા ચીનના ઉપગ્રહની મદદ લેવાનું વિચારી રહ્યા છે.
બાંગ્લાદેશની પાકિસ્તાન સાથે સંધી ચિંતાનો વિષય
બાંગ્લાદેશના હવાઇદળની સિલહટમાંની સ્પેશલ વૉરફેર ટ્રેનિંગ સ્કૂલ ખાતે ‘ઑગ્મેન્ટેડ રિયલિટી’ અને ‘વર્ચ્યુઅલ રિયલિટી’ માટે ફલાઇટ એસઆરએનએલ આધારિત સિસ્ટમ્સ સાથે મળીને તૈયાર કરવાની યોજના ઘડાઇ રહી છે. બાંગ્લાદેશની એલાઇટ વન પેરા કમાંડો બટાલિયનને સરહદ પાર હુમલા કરી શકે એવા અત્યાધુનિક શસ્ત્રો પણ પૂરા પાડવામાં આવી રહ્યા છે. આવા શસ્ત્રો અમેરિકા દ્વારા અન્ય દેશોને ત્રાસવાદવિરોધી કાર્યવાહી માટે સામાન્ય રીતે વેચવામાં આવે છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશના લશ્કરો વચ્ચે ડ્રોન ટૅકનોલૉજી, ડિજિટલ વૉરફેર, રાજકીય ઊથલપાથલના પડ્યુંત્ર માટે વધતી સાઠગાંઠ ભારત માટે ચિંતાની બાબત ગણાય છે.
આ પણ વાંચો…અમદાવાદમાં વસેલા છે પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ, જાણો વિગત