કોંગ્રેસના ક્યા ટોચના નેતાએ પહલગામ હુમલા અંગે કર્યું વિવાદાસ્પદ નિવેદન ? | મુંબઈ સમાચાર

કોંગ્રેસના ક્યા ટોચના નેતાએ પહલગામ હુમલા અંગે કર્યું વિવાદાસ્પદ નિવેદન ?

નવી દિલ્લીઃ સંસદમાં અત્યારે ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે જેમાં ઓપરેશન સિંદૂર અને પહલગામ આતંકવાદી હુમલા અંગે ચર્ચા કરવામાં આવી રહી છે. અત્યારે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા મણિશંકર ઐયરે પહલગામ આતંકવાદી હુમલા મામલે મોટું નિવેદન આપ્યું છે. મણિશંકર ઐયરે કહ્યું કે, ‘ભારત સરકાર આ હુમલા માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવી રહી છે પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ પણ દેશે આ દાવા પર વિશ્વાસ વ્યક્ત કર્યો નથી’.

પહલગામ આતંકવાદી હુમલા અંગે શું બોલ્યાં મણિશંકર ઐયર?

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22મી એપ્રિલે આતંકવાદી હુમલો થયો હતો. જેમાં કુલ 26 પ્રવાસીઓના મોત થયાં હતાં, જ્યારે કેટલાક લોકો ઘાયલ પણ થયાં હતાં. આ આતંકવાદી હુમલા પાછળ પાકિસ્તાની કનેક્શન સામે આવ્યા પછી ભારત સરકારે આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનને ઉજાગર કરવા માટે 33 દેશોમાં સર્વપક્ષીય સાંસદોના સાત પ્રતિનિધિમંડળો મોકલ્યા હતાં. આ પ્રતિનિધિમંડળોમાં કોંગ્રેસના નેતાઓ શશી થરૂર, મનીષ તિવારી અને આનંદ શર્મા પણ સામેલ હતાં. પરંતુ હવે એક વરિષ્ઠ કોંગ્રેસ નેતાએ આ મામલે મહત્વનું નિવેદન આપ્યું છે.

ભારતની આ વાતને કોઈ ગંભીરતાથી નથી લઈ રહ્યુંઃ મણિશંકર

મણિશંકર ઐયરે કહ્યું કે, ‘જે 33 દેશોમાં આપણે ગયા હતાં. તેમાંથી કોઈએ પણ પહેલગામ આતંકવાદી હુમલા માટે પાકિસ્તાનને દોષી ઠેરવ્યું નહીં. એટલું જ નહીં પરંતુ ના તો સંયુક્ત રાષ્ટ્રે પાકિસ્તાનને દોષી માન્ય છે કે, ના તો અમેરિકાએ. માત્ર આપણે જ કહી રહ્યા છીએ અને દાવો કરી રહ્યાં છીએ આની પાછળ પાકિસ્તાનનો હાથ છે. પરંતુ ભારતની આ વાતને કોઈ ગંભીરતાથી નથી લઈ રહ્યું’. વધુમાં મણિશંકરે કહ્યું કે, ‘આપણે એ સાબિત નથી કરી શક્યા કે, આખરે પાકિસ્તાનની કઈ એજન્સીઓ આ હુમલા પાછળ જવાબદાર છે. આપણી પાસે કોઈ સબૂત નથી કે લોકો વિશ્વાસ કરી શકે કે, આ હુમલા પાછળ પાકિસ્તાન જવાબદાર છે’.

આ રહ્યું મણિશંકર ઐયરનું નિવેદન…

કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરે કહ્યું કે, ‘કોઈએ નથી કહ્યું, જે 33 દેશોમાં શરૂર અને તેમના લોકો હયાં હતા. કોઈએ નથી કહ્યું કે, પાકિસ્તાન જવાબદાર છે. યુએને પણ નથી માન્યું કે પાકિસ્તાન જવાબદાર છે. આપણે એકલા જ છીએ જે છાતી ઠોકી ઠોકીને કહી રહ્યાં છીએ કે, હાય..હાય… પાકિસ્તાન જવાબદાર છે. કોઈ પણ દેશ માનવા માટે નથી. અમે એવા કોઈ પુરાવા રજૂ કરી શકતા નથી જે લોકોને ખાતરી આપે… કે અમને ખબર છે કે કઈ પાકિસ્તાની એજન્સીએ આ કૃત્ય કર્યું છે’.

આ પણ વાંચો…કોંગ્રેસના મુસ્લિમ ધારાસભ્ય છોકરીઓ સપ્લાય કરતા હોવાના ફેક ન્યુઝ બદલ 6 લોકો સામે કેસ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button