પહલગામ હુમલા મુદ્દે મોટી કાર્યવાહીઃ આતંકવાદીઓને મદદ કરનારો શિક્ષક ઝડપાયો

લશ્કર-એ-તૈયબા (TRF)ના આતંકીઓને મદદ કરનાર આરોપીની સંપૂર્ણ વિગતો જાણો
શ્રીનગર: કાશ્મીરના પહલગામ ખાતે 22 એપ્રિલ 2025ના 4 આતંકવાદીએ નિર્દોષ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં 26 પ્રવાસીઓનું મૃત્યુ થયું હતું. આ હુમલાના જવાબમાં ભારત સરકારે ‘ઑપરેશન સિંદૂર’ અને ‘ઑપરેશન મહાદેવ’ શરૂ કર્યું હતું સાથો સાથ આતંકીઓની શોધખોળ શરૂ કરી હતી, જેમાં આજે શ્રીનગર પોલીસને એક સફળતા મળી છે. જમ્મુ કાશ્મીર પોલીસે લશ્કર એ તૈયબાના મુખ્ય સભ્યની ધરપકડ કરી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
આતંકીવાદીઓની મદદ કરનાર ઝડપાયો
પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેના દ્વારા આતંકીઓને પકડવા માટે ‘ઑપરેશન મહાદેવ’ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પહલગામ હુમલા માટે જવાબદાર ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટના ત્રણ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. હવે આ હુમલા માટે આતંકીવાદીઓની મદદ કરનાર શિક્ષક પોલીસના હાથે ઝડપાયો છે.
આ પણ વાંચો : કચ્છમાં ડિજિટલ અરેસ્ટ: પહલગામ હુમલામાં સંડોવણીના નામે વૃદ્ધ પાસેથી ₹૧૭.૪૪ લાખની ઠગાઈ
22 એપ્રિલના હુમલામાં મદદ કરી હતી
શ્રીનગર પોલીસે મોહમ્મદ યુસુફ કટારિયા નામના એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિએ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (TRF)ના આતંકવાદીઓને 22 એપ્રિલના હુમલામાં મદદ કરી હોવાનું સામે આવ્યું છે. શ્રીનગર પોલીસે આજે મોહમ્મદ યુસુફ કટારિયાની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : પીએમ મોદીએ કહ્યું કે પહલગામમાં આતંકનો ભયાવહ ચહેરો જોયો, આતંકવાદના દરેક સ્વરૂપનો વિરોધ જરૂરી…
ધરપકડ કરવામાં આવેલો આરોપી કોણ છે
મોહમ્મદ યુસુફ કટારિયાની ઉંમર 26 વર્ષ છે, જ્યારે વ્યવસાયે તે શિક્ષક છે. મૂળ કુલગામ દક્ષિણ કાશ્મીરનો રહેવાસી કટારિયાની બે દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યાનુસાર તેના પર આતંકવાદીઓને મદદ કરવાનો આરોપ છે, જે ગયા વર્ષે જુલાઈમાં ઓપરેશન મહાદેવ અન્વયે દાચીગામના જંગલમાં માર્યા ગયા હતા. પોલીસે દક્ષિણ કાશ્મીરમાંથી એક ઓજીડબલ્યુની ધરપકડ કરી છે, જેની ઓળખ મોહમ્મદ યુસુફ કટારી (26) તરીકે કરવામાં આવી છે. ઓપરેશન મહાદેવમાં માર્યા ગયેલા આતંકવાદીઓને પણ મદદ કરવામાં પણ તેની ભૂમિકા હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો : પહલગામ હુમલાની જવાબદારી કોની, લોકો સરકારના ભરોસે ગયા હતાઃ પ્રિયંકા ગાંધીના સરકારને સવાલ
ભારત આતંકવાદને ક્યારેય સહન કરશે નહીં
‘ઑપરેશન મહાદેવ’ અંગે રક્ષા પ્રધાન રાજનાથ સિંહે સંસદમાં જણાવ્યું હતું કે, આ ઑપરેશનનો ઉદ્દેશ્ય આતંકવાદીના ઠેકાણાનો નાશ કરવાનો અને એ સ્પષ્ટ સંદેશ આપવાનો હતો કે, ભારત આતંકવાદને ક્યારેય સહન કરશે નહીં. ઑપરેશન સિંદૂર માત્ર વર્તમાનના સંદર્ભમાં જ નહી, પરંતુ ભારતના ભવિષ્યને આકાર આપવામાં પણ તેની ભૂમિકા અત્યંત મહત્ત્વપૂર્ણ છે.