CAG ટીમે રાજકીય દબાણ સામે ઝીંક ઝીલીને રૂ.1.86 કરોડના કોલસા કૌભાંડનો પર્દાફાશ કેવી રીતે કરેલો ? | મુંબઈ સમાચાર
નેશનલ

CAG ટીમે રાજકીય દબાણ સામે ઝીંક ઝીલીને રૂ.1.86 કરોડના કોલસા કૌભાંડનો પર્દાફાશ કેવી રીતે કરેલો ?

નવી દિલ્હી: કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (CAG)એ વર્ષ 2012માં કોલસા બ્લોક ફાળવણી અંગે એક તપાસ રીપોર્ટ જાહેર કરી તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહની સરકારને હચમચાવી નાખી હતી. તપાસ રીપોર્ટમાં 2004 અને 2009 વચ્ચે માનીંગ રાઈટ્સની ફાળવણીમાં અનિયમિતતાઓ અંગે ચોંકાવનારા ખુલાસા કરવામાં આવ્યા હતાં, જેમાં મનમોહનસિંહની સંડોવણી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો.

આ કૌભાંડ અંગે રીપોર્ટ પ્રકાશિત થતાં વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને ભારે ફટકો પડ્યો હતો. CAG ના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ પી. શેષ કુમારે લખેલું પુસ્તક ‘અનફોલ્ડેડ: હાઉ ધ ઓડિટ ટ્રેઇલ હેરાલ્ડેડ ફાઇનાન્શિયલ અકાઉન્ટેબિલિટી એન્ડ ઇન્ટરનેશનલ સુપ્રીમ ઓડિટ ઇન્સ્ટિટ્યુશન્સ’ તાજેતરમાં પ્રકાશિત થયું છે. આ પુસ્તકમાં તેમણે પડદા પાછળની કેટલીક ચોંકાવનારી હકીકતો લખી છે.

પુસ્તકમ પી. શેષ કુમારે જાણાવ્યું કે રીપોર્ટને દબાવવા કેવી રીતે રાજકીય હુમલાઓ કરવામાં આવ્યા, કેવી રીતે મીડિયા ટ્રાયલ દ્વારા CAGને બદનામ કરવામાં આવી અને તમામ અવરોધો વચ્ચે કેવી રીતે ઓડિટ ટીમ અડગ રહી અને રૂ. 1.86 લાખ કરોડના કૌભાંડ લોકો સમક્ષ લાવી.

ટીમને તપાસમાં સહકારન મળ્યો:
એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા પી. શેષ કુમારે કહ્યું કે કોલસા કૌભાંડની ફાળવણી પારદર્શક નહોતી અને સુપ્રીમ કોર્ટે તમામ ફાળવણી રદ કરી હતી. તેમણે જણાવ્યું કે ઓડિટિંગ અધિકારીઓ બેઠકોમાં સામેલ કરવામાં આવ્યા ન હતાં. સ્ક્રીનીંગ કમિટીની 200થી વધુ બેઠકોમાંથી, ઓડીટ અધિકારીઓને ફક્ત 2-3 બેઠકોમાં પ્રવેશ મળ્યો.

તેમણે જણાવ્યું કે સરકાર રેકોર્ડ છુપાવી રહી હતી, અમને સહકાર આપવા ના આવતો. અમને મંત્રાલયમાં દુર્ગંધ મારતા શૌચાલયની બાજુમાં એક નાનો ઓરડો આપવામાં આવ્યો હતો. સરકાર અમારા અહેવાલથી નારાજ હતી. વડા પ્રધાન મનમોહન સિંહ પણ સંસદમાં અમારા રીપોર્ટનો વિરોધ કર્યો હતો, ટોચના પ્રધાનોએ રીપોર્ટના વિરોધમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

CAG પર રાજકીય દબાણ:
આ પુસ્તકમાં જણાવવામાં આવ્યું સરકારના ઉચ્ચ અધિકારીઓ તરફથી ઉગ્ર પ્રતિક્રિયા વચ્ચે CAG એ જાહેરમાં મૌન જાળવી રાખ્યું. પુસ્તકમાં સ્ક્રીનીંગ કમિટીએ કોલ બ્લોકનું વિભાજન કર્યું એની માહિતી આપવામાં આવી છે. CAGએ 1.86 લાખ કરોડ (1.86 ટ્રિલિયન રૂપિયા)નું કૌભાંડ થયું હોવાનું તારણ રજુ કરતા દેશ ભારમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. મનમોહન સિંહ અને તેના પ્રધાનનો એ CAG ના નિષ્કર્ષોને ખામીયુક્ત ગણાવ્યા હતા.

કુમારે જણાવ્યું કે, જ્યારે રિપોર્ટ પૂર્ણ કરવા માટે ટીમ દોડા દોડી કરી રહી હતી ત્યારે ફાઇલો ગુમ થઇ ગઈ હતી અને કેટલાક અહેવાલો મીડિયામાં લીક થઇ ગયા હતાં, કે સનસનાટીભરી હેડલાઇન્સ બની હતી.

કોલસા સચિવે વિન્ડફોલ ગેઇનની વાત સ્વીકારી:
આ રીપોર્ટ જાહેર થયો ત્યારે “વિન્ડફોલ ગેઇન” શબ્દ ખુબ ચર્ચામાં રહ્યો હતો. કુમારે જણાવ્યું કે આ શબ્દ ઓડિટરો દ્વારા બનાવવામાં આવ્યો ન હતો. આ શબ્દનો ઉલ્લેખ તત્કાલીન કોલસા સચિવ દ્વારા લખાયેલી આંતરિક નોટમાં કરવામાં આવ્યો હતો. સચિવે સ્વીકાર્યું હતું કે બ્લોક ફાળવણી પ્રક્રિયામાં ખાનગી કંપનીઓને વિન્ડફોલ ગેઇન મળવાની સંભાવના હતી. કુમારે જણાવ્યું કે CAG એ માત્ર એ જ પ્રમાણિત કર્યું જે સરકારની પોતાની ફાઇલોએ હતું.

CAGની ટીમ અડગ રહી:
રૂ.1.86 લાખ કરોડનું કૌભાંડ થયું હોવાના અંદાજ અંગે કુમારે લખ્યું કે આ રેન્ડમ અંદાજ ન હતો, પરંતુ વિગતવાર ગણતરીઓનું પરિણામ હતું. ઓડિટમાં 75 ખાનગી કોલસા બ્લોક ફાળવણીમાંથી 57ને આવરી લેવામાં આવ્યા હતા.
કુમારે બૂકમાં જણાવ્યું કે વ્યક્તિગત હુમલાઓ અને રાજકીય દબાણ છતાં, CAG ની ટીમ મક્કમ રહી. કુદરતી સંસાધન ફાળવણીમાં પારદર્શિતા એ અમારી બંધારણીય ફરજ હતી.

આપણ વાંચો:  પ્રશાંત કિશોરનું બે રાજ્યોની મતદાર યાદીમાં નામ, જાણો શું છે એડ્રેસ ?

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button