PM મોદીની માતા પર ટિપ્પણીથી ઓવૈસી ભડક્યાઃ કોંગ્રેસ-TMCને આપી આ સલાહ | મુંબઈ સમાચાર
નેશનલ

PM મોદીની માતા પર ટિપ્પણીથી ઓવૈસી ભડક્યાઃ કોંગ્રેસ-TMCને આપી આ સલાહ

નવી દિલ્હી: બિહારમાં ચૂંટણી પંચે SIR લાગૂ કરીને સત્તાપક્ષને વોટ ચોરીમાં મદદ કરવા જઈ રહી છે. આવા આક્ષેપો સાથે રાહુલ ગાંધીએ બિહારમાં ‘વોટર અધિકાર યાત્રા’ શરૂ કરી હતી. જોકે, ‘વોટર અધિકાર યાત્રા’ની સમગ્ર મહેનત પર પાણી ફરી વળે એવું કામ કૉંગ્રેસ અને આરજેડીના કાર્યકરોએ કર્યું છે. ‘વોટર અધિકાર યાત્રા’ની દરભંગા ખાતે યોજાયેલા એક સભામાં કૉંગ્રેસ અને આરજેડીના કાર્યકરોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માતાને લઈને અભદ્ર સુત્રોચ્ચાર કર્યો હતા. જેને લઈને સમગ્ર દેશના ભાજપના નેતાઓમાં રોષ ફાટી નીકળ્યો છે. હવે, તેને અસદુદ્દીન ઓવૈસીએ પણ સમર્થન આપ્યું છે.

શિષ્ટતાની હદમાં રહીને નિંદા કરો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની માતા વિશે કરવામાં આવેલા અભદ્ર સુત્રોચ્ચારને લઈને AIMIM અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કૉંગ્રેસને આડેહાથ લીધી છે. કૉંગ્રેસની નિંદા કરતા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું કે, શિષ્ટ શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ. તમે બોલો, વિરોધ કરો, આલોચના કરો, જેટલી ઇચ્છો એટલી નિંદા કરો. પરંતુ જો તમે શિષ્ટતાની હદ પાર કરો છો, તો આ ખોટું છે. આવું ન કરવું જોઈએ. ભલે તે ગમે તેના વિશે હોય.

તમે હદ પાર કરી રહ્યા છો એ યોગ્ય નથી

ઓવૈસીએ વિપક્ષને સલાહ આપતા જણવ્યું કે, “વડા પ્રધાન મોદીની ટીકા કરો, પરંતુ એક વાતનું ધ્યાન રાખો કે, જો તમે હદ પાર કરી રહ્યા છો, તો તે યોગ્ય નથી. એવામાં આપણા વિવાદનો વિષય ખોટો અને અશ્લીલ હશે. જો કોઈ બીજું આવું કરી રહ્યું છે, તો આપણે તેનું અનુકરણ કરવાની જરૂર નથી.”

શું અમે હિંસાનો ઉપયોગ કરી શકીએ છીએ?

આજે મહુઆ મોઇત્રાએ પણ ગૃહ પ્રધાન અમિત શાહ વિશે પણ આપત્તિજનક ટિપ્પણી કરી છે. જેને લઈને ઓવૈસીએ જણાવ્યું કે, “મને ખબર નથી કે કયા સંદર્ભમાં ટીએમસી સાંસદે આ નિવેદન આપ્યું છે. અમને અમિત શાહ સાથેના મતભેદો પર ગર્વ છે અને અમે એવું કરતા રહીશું. પરંતુ શું અમે અમિત શાહ વિરૂદ્ધ હિંસાનો ઉપયોગ કરી શકીએ છીએ? મને નથી લાગતું…મને લાગે છે કે તેમણે(મહુઆ મોઇત્રા) તેના(વિવાદિત નિવેદન) પર વધારે પ્રકાશ પાડવો જોઈએ.”

ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સ્વર્ગસ્થ માતાને લઈને કરાયેલા અભદ્ર ભાષા પ્રયોગનો વીડિયો વાયરલ થયો હતો. જેને લઈને પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસે અભદ્ર સૂત્રોચ્ચાર કરનાર મોહમ્મદ રિઝવી નામના એક શખ્સની ધરપકડ પણ કરી છે. જ્યારે મહુઆ મોઇત્રાએ કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને પશ્ચિમ બંગાળમાં એફઆઈઆર નોંધવામાં આવી છે.

આ પણ વાંચો…ગૃહ પ્રધાન અમિત શાહ માટે મહુઆ મોઈત્રાએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, પોલીસ ફરિયાદ થઈ, જાણો મામલો?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button