તે દુનિયાનો સૌથી જુઠ્ઠો…ઓવૈસીએ ખોલી પાકિસ્તાનની પોલ, ઑપરેશન સિંદૂર વિશે પણ કરી મહત્ત્વની વાત…

નવી દિલ્હી: AIMIM ચીફ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસી પોતાના વાકછટા માટે જાણીતા છે. તાજેતરમાં તેમણે એક મીડિયા ટોક શોમાં ઈન્ટરવ્યુ આપ્યું હતું. આ ઈન્ટરવ્યુમાં ઓવૈસીએ ઑપરેશન સિંદૂર અને પાકિસ્તાન વિશે વાત કરી હતી. જેથી આ ઈન્ટરવ્યુ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
પાકિસ્તાનને જુઠ્ઠા કામ કરવાની ટેવ છે
મીડિયા ઈન્ટરવ્યુ દરમિયાન એક દર્શકે ઓવૈસીને પ્રશ્ન પૂછ્યો હતો કે, પાકિસ્તાન એવું બતાવી રહ્યું છે કે, તેણે યુદ્ધ જીતી લીધું છે, તે ટેંક પર ચઢીને નારા લગાવી રહ્યું છે, આવા લોકો વિશે તમે શું કહેશો? દર્શકના પ્રશ્નના ઉત્તરમાં ઓવૈસીએ જણાવ્યું હતું કે, “તે દુનિયાનો સૌથી મોટો જુઠ્ઠાણા લોકો છે. નકલી કામ કરવાની તેઓને ટેવ છે અને તેઓ એવું કરતા રહેશે.”
ઓવૈસીએ આગળ જણાવ્યું કે, “આસિમ મુનીરે પોતાના જ દેશના વડા પ્રધાનને એક ફોટો બનાવી દીધો અને તેમાં હતું કે અમે જીતી ગયા. એ ફોટો પણ નકલી હતો. આ ફોટો ચીનની સેનાના યુદ્ધ અભ્યાસનો હતો. જ્યારે તેમના વડા પ્રધાન કહી રહ્યા હતા કે, જ્યારે તે સ્વીમિંગ કરી રહ્યા હતા ત્યારે તેઓને જાણ થઈ કે ભારતે 9 એક બેસ પર પોતાની બ્રહ્મોસ મિસાઈલથી હુમલો કરી દીધો છે.” પાકિસ્તાન પર કટાક્ષ કરતા તેમણે કહ્યું કે, “ઉર્દૂમાં એક કહેવત છે કે, ગિરે તો ગિરે લેકિન ટાંગ મેરી ઉપર”
ઑપરેશન સિંદૂર ત્યાં સુધી પૂરૂ નહીં થાય…
પાકિસ્તાન અંગે વધુમાં જણાવ્યું હતું કે, “પાકિસ્તાન એક નિષ્ફળ દેશ છે. તે હંમેશા એવો જ રહેશે. તેમની સેના ભારત માટે હંમેશા જોખમ ઊભુ કરતી રહેશે. પાકિસ્તાનની સેના દુનિયાની એકમાત્ર એવી સેના છે, જે રિયલ એસ્ટેટ અને હોટલોનો કારોબાર રહે છે. પાકિસ્તાનની સેનાનો એકમાત્ર હેતુ ઇસ્લામની રક્ષાના નામે પોતાની ભૂલો છૂપાવવાનો છે. પરંતુ તેમનો અસલ હેતુ કોમી તણાવ પેદા કરીને ભારતને અસ્થિર કરવાનો છે.”
પાકિસ્તાનની સેના આતંકી જૂથોનું સમર્થન કરે છે. તે સફળ ન થાય તેનું આપણે ધ્યાન રાખવું પડશે આવી વાત સાથે અસદુદ્દીન ઓવૈસીએ ઑપરેશન સિંદૂરને લઈને જણાવ્યું હતું કે, ઑપરેશન સિંદૂર ત્યાં સુધી પૂરૂ નહીં થાય, જ્યાં સુધી તે 4 આતંકવાદીઓ પકડાઈ ન જાય.