
બેંગલુરુ: કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડી કે શિવકુમારે કન્નડ અભિનેત્રી રાન્યા રાવને સંડોવતી સોનાની દાણચોરીના કેસમાં બે પ્રધાનની કડી હોવાના અહેવાલોને ફગાવી દીધા છે અને અહેવાલોને “રાજકીય ગપસપ” ગણાવ્યા છે. રાજ્ય સરકારને આ કેસ સાથે કોઈ લેવાદેવા નથી કારણ કે કેન્દ્રીય એજન્સીઓ તેની તપાસ કરી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું.
શિવકુમારે એમ પણ કહ્યું કે, “કોઈ પ્રધાન સામેલ નથી, અમને કંઈ ખબર નથી. આ બધી રાજકીય ગપસપ છે. તપાસ અધિકારીઓ કાયદા અનુસાર તપાસ કરશે. અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. અહીં પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર તપાસ કરી રહી છે, તેમને કરવા દો.
આપણ વાંચો: કર્ણાટકના ઉપમુખ્યમંત્રી ડીકે શિવકુમારે હાવેરીમાં કોંગ્રેસના કાર્યકરને તમાચો ઝીંકી દીધો, VIDEO વાયરલ
૩૪ વર્ષીય રાન્યા રાવની દુબઈથી બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આગમન બાદ ૩ માર્ચે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી ૧૨.૫૬ કરોડ રૂપિયાના સોનાના બાર જપ્ત કરવામાં આવ્યા હતા.
બીજા દિવસે, ડીઆરઆઈએ કહ્યું કે તેણે બેંગલુરુમાં તેના ઘરેથી રૂ. ૨.૦૬ કરોડના સોનાના દાગીના અને રૂ. ૨.૬૭ની રોકડ રકમ જપ્ત કરી છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)એ આ કેસમાં એફઆઇઆર નોંધી છે.