Oscar award winning ડિરેક્ટર પર ઈઝરાયેલીઓ દ્વારા હુમલો, સેનાએ કસ્ટડીમાં લીધા…

નવી દિલ્હીઃ તાજેતરમાં જ જેમને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે તે ડિરેક્ટર હમદાન બલ્લાલ પર ઈઝરાયેલીઓએ હુમલો કર્યો હોવાનો અને ઈઝરાયલી સેનાએ તેમને કસ્ટડીમાં લીધા હોવાના અહેવાલો છે. હમદાનના સાથી દિગ્દર્શક બેસલ આદ્રાનું કહેવું છે કે જ્યારથી તે ઓસ્કારમાંથી પાછો આવ્યો છે ત્યારથી તેના પર હુમલા થઈ રહ્યા છે.

પેલેસ્ટિનિયન ડિરેક્ટર હમદાન બલાલ પર હુમલાના સમાચાર સામે આવ્યા છે. તેના પર વેસ્ટ બેંક ખાતે ઇઝરાયલી ઇમિગ્રન્ટ્સ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. હમદાન બલાલ પેલેસ્ટાઈનના પ્રખ્યાત નિર્દેશક છે. ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘નો અધર લેન્ડ’ માટે તેને ઓસ્કાર એવોર્ડ પણ મળ્યો છે.
હમદાન બલ્લાલ સાથે હાજર તેના બે સાથી નિર્દેશકોના જણાવ્યા અનુસાર, હમદાનને પહેલા માર મારવામાં આવ્યો અને પછી ઇઝરાયેલી સેના દ્વારા તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો. વકીલ લી ત્સેમેલના જણાવ્યા અનુસાર, હમદાનની સુસિયા ગામમાંથી અટકાયત કરવામાં આવી હતી. સમાચાર એજન્સી દ્વાાર મળતી માહિતી અનુસાર વકીલે એમ પણ કહ્યું કે પોલીસનું કહેવું છે કે હમદાનને મેડિકલ ટ્રીટમેન્ટ માટે મિલિટરી બેઝ પર રાખવામાં આવ્યો છે અને તેઓ હાલમાં વાત કરી શકે તેમ નથી.

શું કહ્યું તેમના સાથી દિગ્દર્શકે
આ ઘટના ઘટી ત્યારે તેમના ઈઝરાયેલી સાથી દિગ્દર્શક બેસલ આદ્રા પણ સાથે હતા. તેમણે જણાવ્યું હતું કે લગભગ બે ડઝન જેટલા માસ્ક પહેરેલા લોકો આવ્યા, તેમની પાસે બંદૂકો હતી અને તેમણે ગામ પર હુમલો કર્યો. બેસલ આદ્રાએ હમદાન સાથે નો અધર લેન્ડમાં પણ કામ કર્યું છે. આદ્રાએ જણાવ્યું કે જ્યારથી તેમને સ્કાર એવોર્ડ મળ્યો અને તેઓ પરત ફર્યા ત્યારથી જ અમારા પર દરરોજ હુમલા થાય છે. જાણે આ ફિલ્મ બનાવવા બદલ અમને સજા મળી હોય તેમ લાગી રહ્યું છે.
એક તરફ ભારતમાં કુનાલ કમરાને કરેલી ટીપ્પણી મામલે અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો મુદ્દો છેડાયો છે ત્યારે ઈઝરાયેલમાં ઓસ્કાર એવોર્ડ જીતનારા દિગ્દર્શક પરનો આ હુમલો વખોડી કાઢવા લાયક જ છે. ઉલ્લેખનીય વાત એ છે કે આ પેલેસ્ટાઈન અને ઈઝરાયલ વચ્ચેના ઘર્ષણની વાત કરતી ડોક્યુમેન્ટરી પેલેસ્ટિયન અને ઈઝરાયલી દિગ્દર્શકોએ સાથે મળી બનાવી છે અને તેને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે.