યુકેના પૂર્વ વડાપ્રધાન સુનકે ઓપરેશન સિંદૂરને સમર્થન આપ્યું; આ દેશો આપ્યો પાકિસ્તાનનો સાથ

નવી દિલ્હી: ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હાથ ધરી પાકિસ્તાનમાં આવેલા 9 આતંકવાદી ઠેકાણાનો નાશ કર્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ (Shehbaz Sharif)એ ભારતની કાર્યવાહીને ‘કાયરતાપૂર્ણ’ ગણાવી હતી.
ત્યારે બીજી તરફ દુનિયાભરથી ભારતને સમર્થન મળી રહ્યું છે, જેને કારણે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતી થઇ છે. એવામાં યુનાઇટેડ કિંગડમના ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનક(Rishi Sunak)એ ભારતની કાર્યવાહીને વાજબી ગણાવી છે.
આજે બુધવારે ઓપરેશન સિંદૂરને ધ્યાનમાં રાખીને યુનાઇટેડ કિંગડમના ભૂતપૂર્વ વડા પ્રધાન ઋષિ સુનકે X પર પોસ્ટમાં કહ્યું કે ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓ પર હુમલો કર્યો એ વાજબી કાર્યવાહી હતી, કારણ કે કોઈપણ દેશે આતંકવાદને સહન ન કરવો જોઈએ.
તેમણે કહ્યું, “બીજા દેશના નિયંત્રણ હેઠળની જમીન પરથી તેના પર આતંકવાદી હુમલાઓ કરવામાં આવે તે કોઈ પણ રાષ્ટ્રએ સ્વીકારવું જોઈએ નહીં. ભારત આતંકવાદી સ્થળો પર હુમલો કરવોએ વાજબી છે. આતંકવાદીઓને સજા સામે કોઈ પણ પ્રકારનું રક્ષણ ન મળવું જોઈએ.”
આપણ વાંચો: શિંદે, અજિત પવારે ઓપરેશન સિંદૂર માટે પીએમ મોદી અને સશસ્ત્ર દળોની પ્રશંસા કરી
યુકેનું સત્તાવાર નિવેદન:
વર્તમાન તણાવને ધ્યાનમાં રાખીને યુકેએ ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવા અને વાતચીતથી વિવાદનું સંધાન લાવવા વિનંતી કરી છે. બ્રિટિશ વિદેશ પ્રધાન ડેવિડ લેમીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વર્તમાન તણાવ ગંભીર ચિંતાનો વિષય છે, યુકે સરકાર ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવા અને રાજદ્વારી માર્ગ શોધવા માટે સીધી વાતચીતમાં જોડાવા વિનંતી કરે છે.”
આપણ વાંચો: ઓપરેશન સિંદૂરમાં વપરાયેલા SCALP મિસાઈલ અને HAMMER બોમ્બની ખાસિયત વિશે જાણો છો…
આ દેશો આપ્યો પાકિસ્તાનને સાથ:
ભારતે પાકિસ્તાનમાં કરેલી સ્ટ્રાઈકનો અઝરબૈજાને વિરોધ કર્યો છે. અઝરબૈજાનના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું, ‘અમે ઇસ્લામિક રિપબ્લિક ઓફ પાકિસ્તાન સામેના લશ્કરી હુમલાઓની નિંદા કરીએ છીએ અને પાકિસ્તાનના લોકો સાથે ઉભા છીએ.’
પાકિસ્તાનના મિત્ર દેશ અઝરબૈજાને કહ્યું કે અમે બંને પક્ષોને સંયમ રાખવા અને રાજદ્વારી માધ્યમથી સંઘર્ષનો ઉકેલ લાવવા અપીલ કરીએ છીએ.