સીટ વધવા છતાં IITમાં મહિલાઓના એડમિશન કેમ નથી વધી રહ્યા? જાણો કારણ

નવી દિલ્હી: આઈઆઈટી(IIT) જેવી સંસ્થાઓમાં ભણવાનું ઘણા વિદ્યાર્થીઓનું સપનું હોય છે. કારણ કે, આઈઆઈટી દેશની પહેલા નંબરની એન્જિનિયરિંગ કોલેજ કહેવાય છે. તેમાં એડમિશન મેળવવા માટે JEE જેવી અઘરી પ્રવેશ પરીક્ષા આપવી પડે છે. દર વર્ષે અનેક લોકો IITમાં એડમિશન મેળવે છે. પરંતુ, IITમાં એડમિશન મેળવવામાં હજુ પણ છોકરીઓની સંખ્યા છોકરાઓની સરખામણીમાં ઘણી ઓછી છે.
IITમાં માત્ર 20 ટકા છોકરીઓનું એડમિશન
2020માં IITમાં કુલ 16,061 બેઠકો હતી. જેને 2025માં વધારીને 18, 188 કરવામાં આવી છે. પરંતુ જોઈન્ટ ઇમ્પ્લીમેન્ટેશન કમિટિના તાજેતરના રિપોર્ટ અનુસાર, 2020માં 19.90 ટકા એટલે કે 3,185 વિદ્યાર્થિનીઓએ એડમિશન લીધું હતું. જ્યારે 2025માં બેઠકોની સંખ્યામાં વધારો થયા બાદ માત્ર 20. 15 ટકા વિદ્યાર્થિનીઓએ જ એડમિશન લીધું છે. એટલે કે, 5 વિદ્યાર્થીઓએ માત્ર 1 વિદ્યાર્થિની છે.
સરકાર દ્વારા IITમાં છોકરીઓની સંખ્યા વધારવા માટે 2018થી સતત ‘સુપરન્યૂમરેરી સીટ્સ’ જેવી યોજના અમલમાં મૂકી છે. પરંતુ બેઠકો વધવા છતાં પણ વિદ્યાર્થિનીઓના એડમિશન લેવાની સંખ્યામાં બહોળો વધારો જોવા મળ્યો નથી. જે પાછલા વર્ષના આંકડાઓ પરથી જાણી શકાય છે.
એડમિશન મેળવનાર છોકરીઓની સંખ્યા
2021માં કુલ બેઠકો 16, 296 બેઠકો હતી. ત્યારે 3,213 એટલે કે 19.72 ટકા છોકરીઓએ એડમિશન લીધું હતું. 2022માં કુલ 16, 635 બેઠકો હતી. ત્યારે 3,310 એટલે કે 20.06 ટકા છોકરીઓએ એડમિશન લીધું હતું. 2023માં કુલ બેઠકો 17, 385 બેઠકો હતી. ત્યારે 3, 422 એટલે કે 19.70 ટકા છોકરીઓએ એડમિશન લીધું હતું. 2024માં કુલ 17, 695 બેઠકો હતી. ત્યારે 3,495 એટલે કે 19.75 ટકા છોકરીઓએ એડમિશન લીધું હતું.
નવી IIT બની રહી છે છોકરીઓની પસંદ
ઉલ્લેખનીય છે કે, દેશની અગ્રણી IITની વાત કરીએ તો IIT બોમ્બેમાં વિદ્યાર્થિનીઓનો રેશિયો 19. 57 ટકા, IIT દિલ્હીમાં 20.63 ટકા, IIT મદ્રાસમાં 21.09 ટકા તથા IIT ખડગપુરમાં આ આંડકો માત્ર 19.19 ટકા છે. જ્યારે નવી શરૂ થયેલી IITમાં જોવા જઈએ તો IIT તિરુપતિમાં વિદ્યાર્થિનીઓનો રેશિયો 21.57 ટકા, IIT જમ્મુ અને IIT ગોવામાં આ રેશિયો 20 ટકા છે.
એક રીતે જોઈ શકાય છે કે, વિદ્યાર્થિનીઓ જૂની IITને બદલે નવી IITમાં એડમિશન લેવાનું વધારે પસંદ કરી રહી છે. જોકે, છોકરીઓ ઓછા પ્રમાણમાં ટોપ રેન્ક મેળવે છે. જેથી, તેમનો આંકડો સ્થિર રહે છે. નિષ્ણાતોનું માનવું છે કે, બેઠકો વધારવાથી પરિવર્તન આવશે નહીં. શાળાથી લઈને સામાજિક માનસિકતા સુધી ઘણું પરિવર્તન લાવવું પડશે.
આપણ વાંચો: SCO સમિટમાં PM મોદી અને શી જિનપિંગની બેઠક, સંબંધો સુધારવા અને આર્થિક પડકારો પર ચર્ચા