ઇન્ટરનેશનલનેશનલ

કાંદા નિકાસ ચાર મહિનાથી બંધ

ખેડૂતો, નિકાસકારો સહિત હજારો કામગારો આર્થિક ભીંસમાં

મુંબઈ: કાંદા પર નિકાસ ડ્યૂટી વધાર્યા બાદ કાંનીદા નિકાસ પર પ્રતિબંધ લાદવાને લીધે જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી (જેએનપીએ) પોર્ટ પરથી ચાર હજાર ક્ન્ટેનર્સથી એક લાખ ટન કાંદાની નિકાસ સંપૂર્ણ પણે બંધ થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર કાંદાના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવતા ખેડૂતોની સાથે નિકાસકારો, ટ્રાન્સપોટર્સરો તથા નિકાસથી સંબંધિત હજારો કામગારો પર તેની અસર થવાની સાથે ભારતને મળતું રૂ. 2,000 કરોડનું વિદેશી ચલણ ન મળતા મોટું આર્થિક નુકસાન થયું છે.

જેએનપીએ પોર્ટ પરથી દર મહિને એક લાખ ટન જેટલા કાંદાની વિદેશોમાં નિકાસ કરવામાં આવતી હતી. ભારતના કાંદાને એશિયાના મલેશિયા, થાઈલેન્ડ, સિંગાપોર, દુબઈ, કતાર જેવા અનેક દેશોમાં મોકલવામાં આવતા હતા. જોકે સરકાર દ્વારા કાંદાના નિકાસ ફીમાં વધારો કરવામાં આવતા છેલ્લા ચાર મહિનાથી વેપારીઓ દ્વારા કાંદાની નિકાસને બંધ કરવામાં આવી હતી આ સાથે સરકારે દેશમાં કાંદાના વધતાં ભાવને કાબૂમાં લાવવા માટે 31મી માર્ચ 2024 સુધી કાંદાના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.

આપણ વાંચો: કાંદામાં ભાવ વધારાનો ડરઃ સરકારે Bangladesh અને UAEથી નિકાસની આપી મંજૂરી

31મી માર્ચ 2024ની તારીખ આજે પૂર્ણ થવાની છે, પણ દેશમાં લોકસભા ચૂંટણીને લીધે નવી કેન્દ્ર સરકાર આવે ત્યાં સુધી ખેડૂતોને કાંદા નિકાસ પર મૂકવામાં આવેલા પ્રતિબંધને તે હટાવે તેવી રાહ જોવી પડશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને લીધે માત્ર ખેડૂતોને જ નહીં પણ નિકાસથી જોડાયેલા વેપારી સાથે દરેક લોકોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે, એવું એક અધિકારીએ કહ્યું હતું.

માર્ચ 2024 બાદ કાંદાના નિકાસ મૂકવામાં આવેલા પ્રતિબંધ હટાવવામાં આવશે એવું વચન આપ્યા બાદ કેન્દ્ર સરકાર દ્વારા અનિશ્ચિત સમય માટે ફરીથી આ પ્રતિબંધ મૂકવામાં આવતા ખેડૂતો અને વેપારીઓએ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.
દેશમાં ઓછો વરસાદ પડ્યો હોવા છતાં બજારમાં કાંદાની આવકમાં વધારો આવ્યો હતો, જેથી આ કાંદાનો નિકાસ કરીને વધુ કમાણી કરવાના ખેડૂતોના સ્વપ્ના પર પાણી ફેરવાયું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button