લાગુ થશે ‘One Nation, One Election’ પોલિસી: ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી મહત્વની અપડેટ્સ
નવી દિલ્હી: એક દેશ ચૂંટણી એટ્લે કે ‘વન નેશન, વન ઈલેક્શન (One Nation, One Election)ને દેશમાં લાગુ કરવા માટે બે મહિના પહેલા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતા હેઠળ સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. દેશના વન નેશન, વન ઈલેક્શનનો કાયદો લાગુ કરવા બાબતે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા મોટી અને મહત્વની અપડેટ આપવામાં આવી છે.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા દેશમાં એક દેશ ચૂંટણીનો નિયમ લાગુ કરવામાં માટે સમિતિની વેબસાઇટ પર ભારતના નાગરિકોને પાસેથી સૂચનો અને પ્રસ્તાવ આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં આ ચૂંટણી નિયમ લાગુ કરવા માટે એક વિશેષ પ્રકારની કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવી આવશ્યક હોય છે. તેથી હાલના પ્રશાસન દ્વારા વ્યવસ્થામાં ફેરફાર કરીને વન નેશન વન ઈલેક્શન આ વ્યવસ્થામાં શું જરૂરી બદલાવ કરવામાં આવી શકે એ મુદ્દે પ્રસ્તાવ અને સૂચનો મંગાવવામાં આવ્યા છે.
આ મુદ્દાની દરેક માહિતી સરકારની વેબસાઇટ http://onoe.gov.in અથવા hlc@gov.in. આ ઈમેલ આઇડી પર 15 જાન્યુઆરી 2024 સુધી મોકલવાની ભલામણ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવી હતી.