ટોપ ન્યૂઝનેશનલ

અમેરિકામાં વધુ એક ગુજરાતીનો ભોગ: ડિંગુચાના યુવકની લૂંટના ઈરાદે કરી હત્યા

ન્યૂયોર્કઃ અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાનો બનાવ બન્યો હતો. મૂળ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડિંગુચા ગામના એક યુવકની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ટેનેસીના લિવિસબર્ગમાં બનેલી આ ઘટનામાં મોતને ભેટેલા ગુજરાતી યુવકની ઓળખ પરેશ પટેલ (ઉ.વ.30) તરીકે થઈ હતી. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

પરેશ પટેલ એક સ્ટોરમાં કામ કરતો હતો ત્યારે લૂંટના ઈરાદે આવેલા હુમલાખોરે આડેધડ ફાયરિંગ કરતાં તે ત્યાં જ ઢળી પડ્યો હતો. હાલ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આપણ વાંચો: અમેરિકામાં ગુજરાતીની હત્યા; મૂળ મહેસાણાનાં પિતા-પુત્રી પર કરાયું ફાયરીંગ…

ઉલ્લેખનીય છે કે પરેશ છેલ્લા 10 વર્ષથી અમેરિકામાં રહેતો હતો અને ત્યાં જ નોકરી કરતો હતો. ઘટનાની જાણ થતાં સમગ્ર પંથકમાં સોંપો પડી ગયો હતો. પરિવારજનો પણ આઘાતમાં સરી ગયા હતા.

ઘટના દરમિયાન, એક વ્યક્તિ ગ્રાહકના રૂપમાં સ્ટોરમાં આવ્યો હતો. તેણે પહેલા કેટલીક ખરીદી કરી અને ત્યારબાદ પરેશ પટેલ પર ફાયરિંગ કરી દીધું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

મૃતક પરેશ પટેલ પાંચ વર્ષની દીકરી અને પત્ની સાથે રહેતો હતો. આકસ્મિક મોતથી તેના ફેમિલીએ એક માત્ર સહારો ગુમાવ્યો હતો. ટેનેસીની પોલીસે પ્રિન્સ પટેલની હત્યાના કરવાના ગુનામાં એકની ધરપકડ કરી હતી.

આપણ વાંચો: America માં ઓકલાહોમાં ગુજરાતીની હત્યા, પોલીસે આરોપીની ધરપકડ કરી

પ્રિન્સને શૂટ કરીને નાસી ગયેલા ડેવિડ હેમિલ્ટન નામના યુવકને શોધવા પોલીસે 10 હજાર ડૉલરના ઈનામની જાહેરાત કરી હતી અને ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરવામાં સફળતા મળી હતી.

આ વર્ષે માર્ચની શરૂઆતમાં, યુએસના વર્જિનિયામાં થયેલા ગોળીબારમાં એક પિતા અને પુત્રીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

ભોગ બનનારની ઓળખ પ્રદીપ પટેલ અને ઉર્મી તરીકે થઈ હતી. પિતાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે તેમની પુત્રીનું બે દિવસ પછી ઈજાઓને કારણે અવસાન થયું હતું. પાછળથી આ ઘટનામાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button