ડ્રાઈવરે જાતે જ પેટ્રોલ છાંટી કારને સળગાવી દીધી! સાચું કારણ જાણી તમે પણ ચોંકી જશો | મુંબઈ સમાચાર
નેશનલ

ડ્રાઈવરે જાતે જ પેટ્રોલ છાંટી કારને સળગાવી દીધી! સાચું કારણ જાણી તમે પણ ચોંકી જશો

સુબર્ણપુર, ઓડિશાઃ ઓડિશાના સુબર્ણપુર જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના બની છે. બિનકા વિસ્તારમાં આજે સવારે એક કારમાં હાઈવે પર જ આગ લાગી હતી. આ ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે. સવારે આઠ વાગ્યાના આસપાસ બિનકા વિસ્તારમાં નંબર વગરની કારમાં અચાનક આગ લાગી ગઈ હતી. પરંતુ વાસ્તવમાં આ કારમાં આગ જાતે નહોતી લાગી, આગ કારના ડ્રાઈવરે જ લગાવી હતી. કારણ કે, આ કાર ડ્રગ્સથી ભરેલી હતી.

ડ્રાઈવર જાતે જ કારમાં આગ લગાવી દીધી

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ડ્રાઈવર જ્યારે કાર લઈને જઈ રહ્યો હતો. ત્યારે અચાનક એક ટાયરમાં પંચર પડ્યું હતું. પંચર થયું હોવાથી ટાયર ફાટ્યું એટલે આસપાસના લોકો કાર પાસે દોડી આવ્યાં હતા. વાસ્તવમાં કારમાં ડ્રગ્સ હતું એટલે તે ઝડપાઈ ના જાય એટલા માટે ડ્રાઈવર પહેલા કારમાં પેટ્રોલ છાંટ્યુ અને પછી આગ લગાવી દીધી હતી. મળતી વિગતો પ્રમાણે ડ્રગ્સની હેરાફેરીના પુરાવાને સ્થળ પર જ નાબૂત કરવા માટે ડ્રાઈવરે કારમાં આગ લગાવી હોવાનું પ્રાથમિક કારણ હોઈ શકે છે. જો કે, આ મામલે પોલીસ હજી તપાસ કરી રહી છે.

ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો

પેટ્રોલ છાંટીને કારમાં આગ લગાવી હોવાથી આગે વધારે વિકરાળ સ્વરૂપ લીધું અને કાર બળીને ખાક થઈ ગઈ હતી. સ્થાનિકોએ સત્વરે ફાયર બ્રિગેડને ફોન કરીને બોલાવી હતી. જેથી ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો. હવે પોલીસ ડ્રાઈવરને શોધવા માટે કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે કાર નંબર પ્લેટ વગરની હતી અને તેમાં આશરે ત્રણ ક્વિન્ટલ માદક દ્રવ્યો ભરેલા હશે.

બિનકા પોલીસે આ કેસમાં તપાસ શરૂ કરી

પોલીસનું કહેવું છે કે, નંબર પ્લેટ વગરની કાર હોવાથી આરોપીની ઓળખ કરવી થોડી મુશ્કેલ છે, પરંતુ તપાસના ચક્રો ગતિમાન કરી દીધા છે. આ કેસમાં ઓડિશાની બિનકા પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસ આસપાસના સીસીટીવીની તપાસ કરીને ડ્રાઈવરને શોધવાનો પ્રયત્ન કરી રહી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ઓડિશામાં અત્યારે ડ્રગ્સની હેરાફેરીની ઘટના ખૂબ જ વધી ગઈ છે. આ મામલે કાર્યવાહી થવી ખૂબ જ અનિવાર્ય છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button