Odisha પોલીસે સુરત પોલીસની મદદથી ઉકેલ્યો જટિલ ગણાતો ગેંગરેપ બાદ હત્યાનો કેસ
ભુવનેશ્વર: ઓરિસ્સા(Odisha) પોલીસે ખૂબ જ જટિલ ગણાતા ગેંગરેપ બાદ હત્યાના કેસને ગુજરાતી ભાષામાં લખેલી દરજીની કાપલીના આધારે ઉકેલી નાખ્યો છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ ઓરિસ્સાના કટક જિલ્લામાં થોડા દિવસ પૂર્વે નદી કિનારેથી એક અજાણી યુવતીની લાશ મળી આવી હતી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં યુવતીના શરીર પર ઈજાના નિશાન મળી આવ્યા હતા જેના પરથી ખુલાસો થયો હતો કે યુવતી પર સામૂહિક દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી હતી. ત્યારે કંદેરપુર પોલીસ સ્ટેશને આ મામલે ગેંગરેપ અને હત્યાની કલમો હેઠળ કેસ નોંધ્યો હતો.
આ કેસમાં મૃતક યુવતીની ઓળખ થઈ શકી નથી અને તેની સાથે આ દુષ્કર્મ આચરનાર લોકોની ઓળખ થઈ શકી નથી. પરંતુ પોલીસે આ જટિલ કેસ એક કડીના આધારે ઉકેલી નાખ્યો હતો.
લોહીથી લથપથ પેન્ટ મળી આવ્યું હતું
આપણ વાંચો: Crime News: પતિ સાથે પિકનિક પર ગેયલી પત્નીને બંધક બનાવી કર્યો ગેંગરેપ, વીડિયો પણ ઉતાર્યો
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ કંદેરપુર પોલીસ સ્ટેશનને ગુનાના સ્થળેથી લોહીથી લથપથ પેન્ટ મળી આવ્યું હતું. આ પેન્ટ પર ‘ન્યૂ સ્ટાર ટેલર્સ’ લખેલી દરજીની કાપલી હતી.
જેની પર માપ પણ લખેલું હતું. ઓરિસ્સા પોલીસે સમગ્ર મામલાને લઈને તેમના વિસ્તારના પોલીસ જૂથમાં કાપલી વાયરલ કરીને દરજીને શોધવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.પરંતુ પોલીસને દરજી સંબંધિત કોઈ સફળતા મળી ન હતી. જેમાં મળતી માહિતી મુજબ યુવતીનું રેલવે સ્ટેશનથી અપહરણ કરીને જંગલમાં લઈ જઈ દુષ્કર્મ આચરીને ક્રૂર હત્યા કરી હતી.
સુરતના લિંબાયત વિસ્તારમાં દરજીની દુકાન
આ દરમિયાન પોલીસ અધિકારીઓના ધ્યાન પર આવ્યું કે કાપલી પર લખેલા આંકડાઓ ગુજરાતી ભાષામાં લખેલા છે. આ પછી કટકના ડેપ્યુટી કમિશનર જગમોહન મીનાએ ગુજરાતના શહેરો અને જિલ્લાના પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની મદદ માંગી જ્યાં ઓરિસ્સાના લોકો રહે છે.
આપણ વાંચો: BJP નેતા નવનીત રાણાને મળી ગેંગરેપની ધમકી, પત્રમાં લખ્યું પાકિસ્તાન ઝિંદાબાદ
ત્યારબાદ સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે પીસીબી પોલીસ ઈન્સ્પેક્ટરને આ મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. જ્યારે ભારે જહેમત બાદ પીસીબી પોલીસે ન્યૂ સ્ટાર દરજી વિશે મહિતી મેળવી હતી. આ કાપલી સુરત શહેરના લિંબાયત વિસ્તારના અંબાનગરમાં આવેલી દરજીની દુકાનની હતી.
ઓનલાઈન ટ્રાન્સફરની મદદથી પોલીસ આરોપી સુધી પહોંચી
દરજીએ આ કાપલી પરનું લખાણ પોતાની રીતે સ્વીકાર્યું હતું અને તેના આધારે માપણી ચોપડામાં તપાસ કરી હતી. તેને કાર્બન કોપી કરેલી સ્લીપમાં તારીખ પણ મળી હતી. દુકાનદાર પાસે ગ્રાહકનું નામ અને સરનામું ન હોવાથી પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી હતી.
જેમાં ઓરિસ્સાના એક શખ્સનો સીસીટીવી ફૂટેજ મળી આવ્યો હતો જે દિવાળી પહેલા કપડા સિલાઇ કરાવવા માટે આવ્યો હતો તેમજ આ યુવકે દરજીને ટેલરિંગના પૈસા ચૂકવવા તેના મિત્ર પાસેથી 100 રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. આ વ્યવહારની મદદથી પોલીસની ટીમ તે મિત્ર સુધી પહોંચી હતી. અહીં પહોંચ્યા બાદ કપડા સિલાઇ કરાવનાર જગન્નાથ ઉર્ફે બાપી સાનિયા દેહુરી હોવાની પુષ્ટિ થઇ હતી. આ આરોપી છેલ્લા 5 વર્ષથી સુરતના લીંબાયતમાં રહેતો હતો
આપણ વાંચો: વડોદરા ગેંગરેપ કેસમાં પોલીસ ચડી ચકરાવે: આરોપી પાસેથી સત્ય ઓકાવવું બની રહ્યું છે અઘરું!
ત્રણ ભાઈઓએ ગેંગરેપ કરીને હત્યા કરી
જગન્નાથ સુરતના લિંબાયત વિસ્તારમાં એક લૂમ્સ ફેક્ટરીમાં કામ કરતો હતો. પિતરાઈ ભાઈએ હેપીને પકડી લીધો. આ ત્રણેએ મળીને યુવતી પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું.
તેની બાદ હત્યા કરી હતી અને તેની લાશ પાસે જગન્નાથે તેની લોહીથી લથપથ પેન્ટ ફેંકી દીધી હતી. આ પેન્ટની કાપલીના આધારે આ જટિલ કેસનો ઉકેલ આવ્યો હતો. હાલ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.