ભારતમાં આ સ્માર્ટફોન કંપનીનું મુખ્ય મથક બનશે; આટલા કરોડનું રોકાણ કરશે અને નોકરીઓ ઉભી કરશે

નવી દિલ્હી: મેક ઇન ઇન્ડિયા કેમ્પેઈન અંતર્ગત કેન્દ્ર સરકાર ભારતને દુનિયાનું મેન્યુફેક્ચરિંગ હબ બનવવા પ્રયત્નો કરી રહી છે. દુનિયાની દિગ્ગજ ટેકનોલોજી કંપની ભારતમાં મેન્યુફેક્ચરિંગ યુનિટ શરુ કરે એ માટે પોલિસીઓ તૈયાર કરવામાં આવી છે. એવામાં બ્રિટનની સ્માર્ટફોન મેન્યુફેક્ચરર નથિંગ ઇન્ક. એ જાહેરાત કરી કે તેમની સબ-બ્રાન્ડ CMF હવે એક એક સ્વતંત્ર પેટાકંપની તરીકે કાર્ય કરશે, આ કંપની ભારતમાં જોઈન્ટ વેન્ચર મારફતે મેન્યુફેક્ચરિંગ શરુ (Nothing CMF to invest in India) કરશે. જેને કારણે ભારતની ટેક મેન્યુફેક્ચરિંગ કેપેસિટીને વેગ મળશે.
ભારતમાં CMFનું હેડક્વાટર રહેશે, ભારતમાં આ કંપની રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ(R&D)સેન્ટર પણ સ્થાપશે. નથીંગે નોઇડા સ્થિત ઓરીજીનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર(OEM) ઓપ્ટીમસ ઇન્ફ્રાકોમ લિમિટેડ સાથે સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ માટે પર હસ્તાક્ષર કર્યા છે. ડોમેસ્ટિક માર્કેટ ઉપરાંત આંતરરાષ્ટ્રીય નિકાસ માટે પણ ડિવાઈસ મેન્યુફેક્ચર કરવામાં આવશે.
Had the honor of meeting Minister Shri @AshwiniVaishnaw – the driving force behind Make in India and the country’s thriving tech ecosystem. There is no doubt; India will play a key role in shaping the future of the global smartphone industry.
— Carl Pei (@getpeid) September 25, 2025
We discussed our journey with… pic.twitter.com/M1Gyzet6Qg
આટલા કરોડનું રોકાણ કરશે:
CMF અને ઓપ્ટીમસ ઇન્ફ્રાકોમ લિમિટેડ મળીને ભારતમાં 100 મિલિયન ડોલર એટલે કે આશરે 887.77 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. આ કંપની ત્રણ વર્ષમાં ભારતમાં 1,800 થી વધુ નવી નોકરીઓનું સર્જન કરશે, આ ઉપરાંત પરોક્ષ રીતે હજારો નોકરીઓનું સર્જન કરશે. નથીંગ અત્યાર સુધી ભારતમાં 200 મિલિયન ડોલરથી વધુનું રોકાણ કરી ચુકી છે.
અશ્વિની વૈષ્ણવ સાથે CEOની મુલાકાત:
નથિંગના CEO કાર્લ પેઈ ભારતની મુલાકાતે છે, તેમણે ગઈ કાલે ભારતના ઇલેક્ટ્રોનિક્સ અને આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથેની મુલાકાત કરી હતી. કાર્લ પેઈએ X પર અશ્વિની વૈષ્ણવ સાથે ફોટો શેર કરીને ભારતમાં નથિંગ અને CMFના રોકાણ અંગે જાહેરાત કરી હતી. કાર્લ પેઈએ જણાવ્યું કે ભારત સ્માર્ટફોન ઇન્ડસ્ટ્રીના ભવિષ્યને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે.
ભારતીય માર્કેટ પર નજર:
CMF એ જુલાઈ 2024 માં ફોન 1 લોન્ચ કરીને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સેક્ટરમાં પ્રવેશ કર્યો હતો અને માર્કેટમાં મજબુત છાપ છોડી છે. CMFએ વોચ પ્રો 2 અને બડ્સ પ્રો ઇયરફોન્સની પણ લોન્ચ કર્યા છે. વર્ષ 2024 માં નથિંગ ઇન્ક.ના ઇન્ડિયન બિઝનેસ વાર્ષિક ધોરણે 577 ટકાનો વધારો નોંધાયો હતો.
CMF ભારતમાં તેનો પ્રથમ રિટેલ સ્ટોર શરૂ કરવા માટે તૈયારી કરી રહી છે. CMF ની ગ્લોબલ માર્કેટિંગ ટીમને ભારતમાં શિફ્ટ કરી છે અને પોકો ઇન્ડિયાના ભૂતપૂર્વ વડા હિમાંશુ ટંડનને CMF બિઝનેસના વાઈસ પ્રેસીડેન્ટ બનાવવામાં આવ્યા હતા.
આપણ વાંચો: ટિકટોકની માલિકી અંગે અમેરિકા-ચીન વચ્ચે સમજૂતી, અમેરિકાના ક્યા અબજોપતિ બની શકે નવા માલિક?