નેશનલ

ધુમ્મસને કારણે ઉત્તર ભારતની ટ્રેનોને અસર, રાજધાની એક્સ્પ્રેસ 12 કલાક મોડી પડી

નવી દિલ્હી: દેશના ઉત્તર ભારતના વિસ્તારોમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહો છે, અને તેની સાથે સાથે ધુમ્મસને કારણે લોકોના જીવન પર અસર થઈ રહી છે. ધુમ્મસને કારણે ઉત્તર ભારતમાં ગયા અનેક દિવસોથી ટ્રેન સેવાઓ પર પણ અસર જણાઈ રહી છે.

આજે 2023ના છેલ્લા દિવસે રાજધાની એક્સ્પ્રેસ ટ્રેન 12 કલાક મોડી પડતાં યાત્રીઓની ભારે હેરાનગતિ થઈ હતી. રાજધાની એક્સ્પ્રેસ ટ્રેન 12 કલાક મોડી પડતાં યાત્રીઓને કડકડતી ઠંડીમાં સ્ટેશન પર રાહ જોવી પડી હતી.

દિલ્હીથી કોલકાતા જનારી રાજધાની એક્સ્પ્રેસ ધુમ્મસને કારણે દિનદયાલ ઉપાધ્યાય સ્ટેશન પર સાત કલાક મોડી પહોંચી હતી. આ સાથે આ માર્ગની દરેક ટ્રેનોને ધુમ્મસને લીધે કલાકો સુધી મોડે પડતાં પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આ માર્ગ પર કુલ 23 જેટલી ટ્રેનો મોડી પડી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી, જેમાં ભુવનેશ્વરથી નવી દિલ્હી જનારી 10 કલાક મોડી પડી હોવાનું જાણવા મળ્યું હતું.

રાજધાની એક્સ્પ્રેસ સાથે સાથે નવી દિલ્હીથી ભુવનેશ્વર અને નવી દિલ્હીથી સિયાલદેહ જનારી ટ્રેનને પણ 12 કલાકનો વિલંબ થયો હતો. આ માર્ગની નવી દિલ્હીથી પટના જનારી તેજસ એક્સ્પ્રેસ, ગરીબ રથ, મગધ એક્સ્પ્રેસ, પુરશોત્તમ એક્સ્પ્રેસ, પૂર્વા એક્સપ્રેસ સાથે બીજી અનેક મેલ અને એક્સ્પ્રેસ ટ્રેનો મોડી પડી હતી.

ટ્રેનો મોડી પડતાં યાત્રીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. વહેલી સવારે ઠંડીમાં યાત્રીઓને કલાકો સુધી ટ્રેનની રાહ જોવી પડી રહી છે. આ માર્ગના પંડિત દિનદયાલ જંકશન પર એક સ્ટુડન્ટ્સનું ગ્રૂપ હતું. આ ગ્રૂપને કનેકટિંગ ટ્રેન પકડવાની હતી પણ આ માર્ગની ટ્રેનો કલાકો સુધી મોડે પડતાં તેમની આ ટ્રેન છૂટી ગઈ હોવાની માહિતી એક વિદ્યાર્થીએ આપી હતી.

આ સાથે સાથે એક પ્રવાસીએ પણ રેલવે પ્રશાસન સામે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે પુરષોત્ત્મ એક્સ્પ્રેસ ચાર કલાક મોડી દોડી રહી છે એ બાબતે કોઈ પણ અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું નહોતું, જેથી તેમની ઠંડીમાં તેમના પરિવાર અને બાળકો સાથે સ્ટેશન પર ટ્રેનની રાહ જોવી પડી હતી

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button