ટોપ ન્યૂઝનેશનલ

નોન-લાઇફ ઇન્સ્યોરન્સ સેક્ટરની પ્રીમિયમ વૃદ્ધિમાં ત્રણ વર્ષનો સૌથી ઓછો વધારો

નવી દિલ્હી: એકાઉન્ટિંગ ધોરણોમાં ફેરફાર ઉપરાંત આરોગ્ય અને ઓટો વીમામાં સુસ્તીની અસરે બિન-જીવન વીમા ક્ષેત્રે પ્રીમિયમ વૃદ્ધિમાં ઝડપી ઘટાડો નોંધાઇ રહ્યો છે. ઉપલબ્ધ ડેટા અનુસાર નાણાકીય વર્ષ 2025માં નોન-લાઇફ ઇન્સ્યોરન્સ સેક્ટરની પ્રીમિયમ વૃદ્ધિમાં છેલ્લા ત્રણ વર્ષમાં આ સૌથી ઓછો વધારો નોંધાયો છે.

ઉદ્યોગના સાધનો અનુસાર વીમા નિયમનકાર દ્વારા પ્રીમિયમ એકાઉન્ટિંગ ધોરણોમાં ફેરફાર અને આરોગ્ય અને ઓટો વીમામાં સુસ્તીને કારણે આવું બન્યું છે. ઉદ્યોગના આંતરિક સૂત્રો અને નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે વીમા ક્ષેત્ર નાણાકીય વર્ષ 2026માં મજબૂત પુનરાગમન કરશે અને પ્રીમિયમ વૃદ્ધિ નવથી 12 ટકા રહેવાની સંભાવના છે જે એકંદરે સુધરતી અર્થવ્યવસ્થા અને મોટર થર્ડ પાર્ટી દરોમાં ફેરફારને કારણે છે.

નોન-લાઇફ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ નાણાકીય વર્ષ 2025માં વધીને રૂ. 3.08 લાખ કરોડ થયું હતું, જે અગાઉના નાણાકીય વર્ષની સરખામણીમાં 6.2 ટકા વધુ હતું. નાણાકીય વર્ષ 2024માં 13 ટકાની વૃદ્ધિ હતી, જ્યારે પ્રીમિયમ રૂ. 2.89 લાખ કરોડે પહોંચ્યું હતું.

આ પણ વાંચો: અમદાવાદમાં 3 હેલ્થ ઇન્શ્યોરન્સ કંપનીની 1200 હોસ્પિટલે કેશલેસ સુવિધા બંધ કરી, વીમા ધારકો થશે પરેશાન

જ્યારે નાણાકીય વર્ષ 2023માં વાર્ષિક ધોરણે પ્રીમિયમમાં 16.3 ટકાનો વધારો થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button