નેશનલ

નોઈડામાં મિત્રોને પાર્ટી કરવી ભારે પડી, નશામાં ફાયરિંગ થતા એક ઘાયલ…

નોઈડાઃ નોઈડામાં મોટી રાત્રે પાર્ટીમાં ફાયરિંગ થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મળતી જાણકારી પ્રમાણે નોઈડા ફેઝ 3 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મામુરા ગામમાં ગુરુવારે મોડી રાત્રે એક પાર્ટી દરમિયાન બેદરકારી એક યુવાનને મોંઘી પડી છે. મિત્રો વચ્ચે ચાલતી મોજ મસ્તી અચાનક અફરાતરફીમાં ફેલાઈ ગઈ હતી. નશામાં એક યુવકે ગોળી મારી દીધી હતી જેના કારણે તે ગોળી બાજૂમાં ઊભેલા યુવકને વાગી હતી. અત્યારે તે યુવકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાની પોલીસ પણ આવી પહોંચી હતી. પોલીસે અત્યારે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી દીધી છે.

દોસ્તી સાથે પાર્ટી કરી આ અરવિંદને ભારે પડી

ઘટનાની વિગતે વાત કરવામાં આવે તો, મામુરામાં રહેતો અંકિત પોતાના મિત્રો સાથે મોડી રાત સુધી પાર્ટી કરી રહ્યો હતો. આ પાર્ટી દરમિયાન અંકિત પોતાના દોસ્તોને દેખાડવા અને રોફ જમાવવા માટે સાથે તમંચો પણ લઈને ગયો હતો. પાર્ટીમાં નશો વધારે કરી લીધો હોવાના કારણે વિષ્ણુએ ભૂલથી ટ્રિગર દબાવી દીધું અને ગોળી અરવિંદના પગમાં વાગી હતી. ગોળીના અવાજના કારણે આ આસપાસના વિસ્તારમાંથી લોકો દોડી આવ્યાં હતાં. અન્ય મિત્રોએ ઘાયલ થયેલા અરવિંદને સત્વરે હોસ્પિટમાં દાખલ કર્યો હતો. હોસ્પિટલ દ્વારા આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

આરોપીઓને શોધવા માટે પોલીસે તપાસ શરૂ કરી

મળતી વિગતો પ્રમાણે ફેઝ 3 પોલીસ સ્ટેશને ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું અને તપાસ શરૂ કરી દીધી છે. અરવિંદના પરિવારની ફરિયાદના આધારે પોલીસે વિષ્ણુ અને તેના સાથીઓ સામે કેસ પણ નોંધી દીધો છે. આ ઘટના મામલે સ્ટેશન ઇન્ચાર્જે જણાવ્યું કે, પોલીસ ટીમો આરોપીઓને શોધવા માટે દરોડા પાડી રહી છે. ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. હજી સુધી આરોપીઓની ધરપકડ કરવામાં આવી નથી.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button