નોઇડામાં શિક્ષકે બાળકને માર્યો ઢોર માર! આચાર્ચે કર્યો બચાવ, પરિવારે નોંધાવી પોલીસ ફરિયાદ

નોઇડાઃ બાળકો શાળામાં ભણવા માટે જાય છે, અને શિક્ષકોનું કામ બાળકોને ભણાવવાનું છે. પરંતુ અનેક વખત એવી ઘટનાઓ બનતી હોય છે જેમાં શિક્ષકે વિદ્યાર્થીને બેરહેમીથી માર માર્યો હોય છે. અત્યારે નોઇડામાં પણ આવી જ ઘટના બની છે. નોઈડામાં આવેલી કાંશીરામ પ્રાથમિક વિદ્યાલયના એક શિક્ષક દ્વારા ત્રીજા ધોરણના વિદ્યાર્થીને માર માર્યો હોવાનું જાણવા મળ્યું છે. જેથી આ મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
બાળકને લાકડીથી માર મારતા ફ્રેક્ચર થયુંઃ પરિવારનો આક્ષેપ
બાળકના પરિવારના સભ્યોનો આરોપ છે કે, માત્ર વાતચીત કરવા બદલ બાળકનો ઢોર માર મારવામાં આવ્યો છે. શિક્ષકે બાળકને લાકડીથી એવો માર માર્યો હતો, જેના કારણે તેનો ખભા તૂટી ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મૂળ એટાહના રહેવાસી સચિન રાય પોતાના પરિવાર સાથે સદરપુરમાં રહે છે. તેનો પુત્ર પિયુષ વર્ગખંડમાં તેના સહપાઠીઓ સાથે વાત કરી એટલા માટે શિક્ષકે તેને ખૂબ માર માર્યો હતો. ડરી ગયેલા વિદ્યાર્થીએ ઘરે આવ્યા પછી કોઈને કંઈ કહ્યું નહીં અને શાંતિથી સૂઈ ગયો હતો.
આપણ વાંચો: વિદ્યાર્થિની સાથે છેડતી કરનારા શિક્ષકને ભીડે ઢોરમાર મારી તેનું ઢીમ ઢાળી દીધું
પરિવારે સેક્ટર-39 પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી
ઘરે આવ્યાં બાદ પિયુષે કઈ કહ્યું નથી પરંતુ પરિવારને શંકા ગઈ હોવાથી વધારે પૂછપરછ કરી હતાં. ડૉક્ટરની તપાસમાં ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું હતું. વધારે તકલીફ હોવાના કારણે પિયુષને ચાઇલ્ડ પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યો હતો. પિયુષના ખભામાં એટલી હદે ફ્રેક્ચર થયું હતું કે, ઓપરેશન કરવામાં આવ્યું છે. ગુસ્સે ભરાયેલા પરિવારે સેક્ટર-39 પોલીસ સ્ટેશન પહોંચીને લેખિત ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર ઘટના મામલે શાળાના પ્રિન્સિપાલ સંજય કુમારે પોતાનો બચાવ્યો કર્યો છે. તેમનું કહેવું છે કે, પીયૂષને શાળામાં માર મારવામાં આવ્યો ન હતો અને તે ઘણા દિવસોથી શાળાએ પણ આવતો નથી. હવે સાચી હકીકત શું છે તે પોલીસ તપાસ બાદ જાણવા મળશે.