નોઇડા દહેજ હત્યા કેસમાં મોટો ખુલાસો; આરોપી વિપિનનું અફેર હતું, પ્રેમિકાને પણ માર માર્યો હતો

નોઇડા: ઉત્તર પ્રદેશના નોઈડામાં દહેજ માટે 26 વર્ષીય મહિલા નિક્કીની હત્યા મામલે તપાસ જેમ આગળ વધી રહી છે, તેમ તેમ ચોંકવનારો વિગતો જાણવા મળી રહી છે. આ કેસમાં મુખ્ય આરોપી નિક્કીના પતિ વિપિન ભાટી પર અગાઉ પણ મારપીટ કરવાની ફરિયાદ નોંધાઈ ચુકી છે.
અહેવાલ મુજબ વિપિનનું એન્ય એક મહિલા સાથે અફેર હતું, એકવાર નિક્કી અને તેની બહેને વિપિન રંગે હાથે પકડી લીધો હતો. ફરિયાદ મુજબ વિપિને એ મહિલા સાથે પણ મારપીટ કરી હતી. ગત વર્ષના ઓક્ટોબરમાં નોઈડામાં દાખલ કારવામાં આવેલી એક એફઆઈઆર મુજબ વિપિનનું જે મહિલા સાથે અફેર હતું તેણે આરોપ લગાવ્યો હતો કે જ્યારે નિક્કીએ તેને પકડી પડ્યો હતો, ત્યારે વિપીને તેને માર માર્યો હતો.
ગ્રેટર નોઈડાના જારચા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં મહિલાએ વિપિન પર હુમલો કરવાનો અને શોષણનો આરોપ મુક્યો હતો. જ્યારે નિક્કી અને તેની બહેને વિપિનને મહિલા સાથે રંગે હાથે પકડી પડ્યો, ત્યારે પોતે નિર્દોષ હોવાનું સાબિત કરવાના વિપિને મહિલાને માર માર્યો હતો. ત્યાર બાદ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી.
શું છે ઘટના?
દહેજની માંગણી કરતા સાસરિયાઓએ 21 ઓગસ્ટના રોજ નિક્કીને માર મારીને જીવતી સળગાવી દીધી હતી. નિક્કીની બહેન કંચનના લગ્ન વિપિનના ભાઈ સાથે થયા છે, ઘટના સમયે તે સ્થળ પર હાજર હતી, તેને પણ માર મારવામાં આવ્યો હતો. નિક્કીને આગમાં લપેટાયેલી હોય એવો વીડિયો કંચને શેર કર્યો છે.
ગ્રેટર નોઈડા પોલીસે સોમવારે નિક્કીના સસરા અને સાળાની ધરપકડ કરી હતી. અગાઉ પોલીસે વિપિન અને તેની માતા દયા ભાટીની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો…ઉત્તર પ્રદેશના નોઈડા નિક્કી હત્યા કેસમાં ચોંકાવનારા ખુલાસા, આ કારણે થયો હતો ઝધડો